નાની રાઈડ્સની સંખ્યા વધે તે માટે ફોર્મ ઉપાડવાની મુદ્દત વધારાઈ
238 સ્ટોલ, પ્લોટ સામે માત્ર 28 ફોર્મ જ આવ્યા: જો ગાંધીનગરથી જઘઙમાં છૂટ મળે તો મોટી રાઈડ્સનો સમાવેશ થાય
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ કલેક્ટરના અધ્યક્ષત સ્થાને શુક્રવારે લોકમેળા અંગે બેઠક યોજી હતી. જેમાં તેમણે મોટી રાઈડ્સના ફોર્મની મુદ્દત વધારવાની મનાઈ ફરમાવી છે. ભાતીગળ લોકમેળો પ્રથમ વખત ચકડોળ વિના યોજાશે તે ફાઇનલ થઈ ગયું છે.
દર વર્ષે જન્માષ્ટમીના મેળામાં જ્યાં 15 લાખથી વધુ લોકો ઉમટી પડતા હોય છે, તે રેસકોર્સ મેદાનમાં 14થી 18 ઓગસ્ટ દરમિયાન યોજાનારા પરંપરાગત મેળામાં રાજ્ય સરકારની કડક જઘઙ વહીવટી તંત્ર દ્વારા લાગુ પાડવામાં આવી. જેમાં યાંત્રિક રાઈડ માટે રાઈડ હેઠળ છઈઈ ફાઉન્ડેશન, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ અને ૠજઝ સાથેનુ રાઈડનુ બિલ માંગવામાં આવેલું હતું જેને લઈને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલી ત્રીજી મુદત પૂર્ણ થઈ છે.
જો કે, નાના રાઈડ્સ અંગે સોમવારે ફરી એક વખત બેઠક યોજશે. જો કોઈ ગાંધીનગરથી એસઓપીમાં છૂટછાટ મળશે તો મેળામાં મોટી રાઈડ્સનો સમાવેશ કરાશે. નાની રાઈડ્સની સંખ્યા વધે તે માટે ફોર્મ ઉપાડવાની મુદ્દત વધારવામાં આવશે. આ મુદ્દત કેટલા દિવસ આપશે તે અંગે સોમવારે બેઠક મળશે
- Advertisement -
મુદ્દત પૂરી થઈ ગયા બાદ પણ 34 યાંત્રિક એટલે કે મોટી રાઈડ રાખવા માટે એક પણ ફોર્મ ભરાયું નથી. જેથી, આજે કલેકટર દ્વારા ચકડોળ વિનાનો જ લોકમેળો યોજવાનો નિર્ણય લેવાયો છે. જેને કારણે અન્ય સ્ટોલ અને પ્લોટ ધારકો દ્વારા પણ ફોર્મ ભરવામાં નિરસતા દાખવવામાં આવી છે. જેને કારણે 238 સ્ટોલ – પ્લોટ સામે માત્ર 28 ફોર્મ જ આવ્યા છે.
કાગળોમાં બાંધછોડ કરી મંજૂરી આપવી જોઈએ: વિનુભાઈ ઘવા
રાજકોટ ભાજપ નેતા વિનુ ઘવાએ આજે સટાસટી બોલાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, લોકમેળો થવો જ જોઈએ અને રાઈડ્સ સાથે જ થવો જોઈએ. મુખ્યમંત્રીને પત્ર લખી લોકમેળામાં રાઈડ્સના નિયમો હળવા કરવા માંગ કરીશ. ચકેરડી, રાઈડ્સ અને ફજર ફળકા સાથે જ મેળો થવો જોઈએ. રાઈડ્સના નિયમો હળવા કરવા અને કાગળોમાં બાંધછોડ કરી મંજૂરી આપવી જોઈએ.