એકેડેમી ચલાવવાના વિરોધમાં હતા; કહ્યું- લોકો પુત્રીની કમાણી ખાઈ રહ્યો છે એવા ટોણા મારતા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.11
- Advertisement -
હરિયાણાના ગુરુગ્રામમાં 25 વર્ષીય ઇન્ટરનેશનલ ટેનિસ પ્લેયર રાધિકા યાદવની તેના જ પિતાએ ગોળી મારીને હત્યા કરી દીધી. પરિવારના જણાવ્યા અનુસાર, પિતાએ ટેનિસ એકેડેમી ખોલવા માટે 1.25 કરોડ રૂપિયા આપ્યા હતા. માત્ર એક મહિના પછી તેમણે પુત્રી પર એકેડેમી બંધ કરવા દબાણ કરવાનું શરૂ કર્યું.
આ ઘટના ગુરુવારે બની હતી. પરિવારના જણાવ્યા અનુસાર, છેલ્લા 15 દિવસથી ઘરમાં મુશ્કેલી ચાલી રહી હતી. પિતા અને પુત્રી વચ્ચે રોજ ઝઘડો થતો હતો. પોલીસની શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે રાધિકા ટેનિસ એકેડેમી ચલાવતી હતી, જે સારી કમાણી કરતી હતી. લોકો તેના પિતા દીપક યાદવને ટોણા મારતા હતા કે તે તેમની પુત્રીની કમાણી ખાઈ રહ્યો છે.
આરોપી પિતાએ તેણીને ટેનિસ એકેડેમી બંધ કરવા કહ્યું, પરંતુ રાધિકા સહમત ન થઈ અને બંને વચ્ચે ઝઘડો થયો. ત્યારબાદ આરોપી ગુસ્સે થઈ ગયો અને તેણીને ગોળી મારી દીધી. જોકે, પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવાના કારણે હત્યા કરવામાં આવી હતી, પરંતુ પોલીસે તેનો ઇનકાર કર્યો છે. આ મામલો ગુરુગ્રામના સેક્ટર 57, સુશાંત લોક ફેઝ-2માં પ્રકાશમાં આવ્યો હતો.
માતાના બર્થ ડે પર જ દીકરીની હત્યા 10 જુલાઈ એટલે રાધિકા યાદવની માતા મંજૂનો જન્મદિવસ હતો. ઘરમાં ખુશીનું વાતાવરણ હતું. રાધિકા સવારથી જ માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા રસોડામાં જન્મદિવસની તૈયારી કરી રહી હતી. પરંતુ બપોર થતાં જ બધું જ બદલાઈ ગયું, જ્યારે પિતા દીપક યાદવે પોતાની જ દીકરીને ત્રણ ગોળી મારી દીધી.