રૂ. 8 લાખની વસૂલાત, 4 મિલકતો સીલ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (મનપા) દ્વારા લાંબા સમયથી વેરો ન ભરી રહેલી મોટી મિલકતો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે અત્યાર સુધીમાં ₹8 લાખની વેરા વસૂલાત કરવામાં આવી છે, જ્યારે ચાર બાકીદારોની મિલકતો સીલ કરવામાં આવી છે. મહાનગરપાલિકા કમિશનર નવનાથ ગવ્હાણેની સૂચનાથી વેરા વિભાગ દ્વારા આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે મિલકતદારોએ આજ દિન સુધી તેમનો વેરો ભરપાઈ કર્યો નથી, તેમની મિલકતો સીલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
- Advertisement -
આ કાર્યવાહી હેઠળ અનમોલ ટ્રેડર્સ, કુકડ પ્રેસજીન, દરગાહની પાસે, અને નરેશ બ્રધર્સની મિલકતો સીલ કરવામાં આવી છે.
આગામી દિવસોમાં વધુ કડક કાર્યવાહી
મનપા દ્વારા જણાવાયું છે કે, આગામી દિવસોમાં પણ જે મોટા વેરા બાકીદારોએ તેમનો વેરો ભરપાઈ કર્યો નથી, તેમની મિલકતો સીલ કરીને વેરા વસૂલાતની કામગીરી ચાલુ રાખવામાં આવશે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ બાકી વેરાની વસૂલાત કરીને મહાનગરપાલિકાની આવકમાં વધારો કરવાનો છે.