તમામ 9 શખ્સોને ઝડપી જીવા ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રિક્ધસ્ટ્રક્શન કર્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામે રવિવારે મોડી સાંજે રસ્તામાં પશુ ચાલવા જેવી સામાન્ય બાબતે જૂથ અથડામણ થયું હતું. જેમાં બંને જૂથના સભ્યો સામસામે આવી ગયા હતા ફાયરિંગની ઘટના પણ બની હતી આ જૂથ અથડામણમાં ભરવાડ સમાજના એક મહિલા સહિત 6 જેટલા લોકોને ઇજા પામી હતી. જે બાદ તમામને સારવાર અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી કુલ 9 જેટલા ઇસમો વિરુધ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.
- Advertisement -
જૂથ અથડામણને લઈને સ્થાનિક પોલીસ અને જિલ્લાની એલ.સી.બી, એસ.ઓ.જી સહિતની ટીમ જીવા ગામે પહોંચી ફાયરિંગ કરનાર ઇશમ સહિત તમામને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને અંતે 9 શખ્સોને પોલીસે ઝડપી લઇ જીવા ગામે ઘટનાનું રિક્ધટ્રકસન કરવા માટે તમામ ઇસમોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લઈ જઈ પંચનામુ સહિતની કામગીરી પૂર્ણ કરી હતી. ઉલ્લેખનીય છે કે આગાઉ થયેલ બે સમાજ વચ્ચેના વર્ગવિગ્રહમાં શાંતિ સ્થપાઇ છે તેવામાં ફરીથી આ પ્રકારનું જૂથ અથડામણ થવાના લીધે ફરીથી પ્રત્યાઘાતો પડે નહીં તે અંગે પોલીસે તકેદારી રાખી તાત્કાલિક તમામને ઝડપી કાર્યવાહી કરી છે.



