ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ એસોસિએશન, રાજકોટ દ્વારા આયોજિત તથા જીનીયસ સ્કૂલ દ્વારા પ્રાયોજિત જીનીયસ કપ ઞ-14, ઞ-17 તથા સિનિયર બહેનોની ઓપન રાજકોટ ફૂટબોલ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ તા. 12-7 ને શનિવારના રોજ તન્ના સ્પોર્ટ્સ લોન્સ, કિડની હોસ્પિટલ પાસે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રમાડવામાં આવશે, ત્યારબાદ ઈનામ વિતરણ કરવામાં આવશે.
- Advertisement -
પ્રથમ ફાઈનલ મેચ સિનિયર બહેનોનો 14-30 કલાકે, બીજો ફાઈનલ મેચ ઞ-14 બહેનોનો 15-30 કલાકે અને ત્રીજો ફાઈનલ મેચ ઞ-17 બહેનોનો 16-30 કલાકે રમાડવામાં આવશે.
આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ગુણુભાઈ ડેલાવાળાની આગેવાની હેઠળ ડી. વી. મહેતા, બી. કે. જાડેજા, રોહિત બુંદેલા, મનીન્દર કેસપ, પોરમ સર, આશિષ ગુરૂંગ, અમૃતલાલ બહુરાશી, મનદીપસિંહ બારડ, અમિત શિયાળીયા, દિપક યશવંતે, સંજય પંડ્યા, ભરત શિયાળીયા, અનુરાગ મલ, જાહીદ મલીક, રિતેશ પંડ્યા, સૌમીલ ફુલાણી, પૃથ્વી જેઠવા, જીતેન્દ્ર આંબલીયા વગેરે સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.


