ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.3
મોરબીમાં ખુબ ગાજેલા વજેપર સર્વે નંબર 602 જમીન કોભાંડની માર્ચ મહિનામાં ફરિયાદ નોંધાયા બાદ તપાસનો લાંબો દોર ચાલ્યો હતો અને જમીન કોભાંડની તપાસ ઈઈંઉ ક્રાઈમની ટીમને સોપવામાં આવ્યા બાદ મહિલા સહીત બે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર થયા છે.
મોરબીના શિયાળની વાડીમાં રહેતા ભીમજીભાઈ બેચરભાઈ નકુમ (ઉ.વ.65) વાળાએ ગત માર્ચ મહિનામાં આરોપીઓ મોરબીના ત્રાજપરમાં રહેતા શાંતાબેન મનજીભાઈ પરમાર અને માળિયા તાલુકાના તરઘડી ગામના સરપંચ સાગર અંબારામભાઈ ફૂલતરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે વજેપર ગામની સીમમાં ખાતા નંબર 158 સર્વે નંબર 602 વાળી 1-57-83 હે.આરે. ચો.મી. જામીન પંચાસર રોડ મામાદેવ મંદિર બાજુમાં આવેલ છે જે જામીન સંયુક્ત ભાયું ભાગની જમીન છે વર્ષ 1959 માં જીવા કલા અને જીવા રામાં પાસેથી પિતા બેચરભાઈ નકુમે અઘાટ વેચાણ રાખેલ હતી જેનો દસ્તાવેજ તા. 03-01-1959 ના રોજ કર્યો છે દસ્તાવેજ નંબર 4649 છે રેવન્યુ વિભાગમાં નોંધ નંબર 663 થી હક્ક પત્રકમાં દાખલ થયેલ છે.
આરોપીઓએ પિતાજીના વારસદાર તરીકે ખોટું સોગંધનામું કરી તેમજ માતા પિતા બંનેના ખોટા મરણના દાખલા રજુ કરી જેના આધારે ખોટો વારસાઈ પેઢી આંબો બનાવી સર્વે નંબર 602 વાળી જમીનમાં તા. 16-07-24 થી વારસાઈ કરાવી જમીન શાંતાબેન મનજીભાઈ પરમાર રહે ત્રાજપર વાળાએ મોરબી સબ રજીસ્ટ્રાર કચેરીના દસ્તાવેજ નંબર 845 તા. 08-01-2025 થી સાગર અંબારામ ફૂલતરીયા રહે તરઘડી તા. માળિયા વાળાને રૂ 86,70,000 માં વેચાણ કરી દીધેલ છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી હતી જે જમીન કોભાંડની તપાસ મોરબી ડીવાયએસપીને સોપ્યા બાદ તપાસ પરત ખેંચી અન્યને સોપવાનો દોર ચાલ્યો હતો અને બાદમાં સમગ્ર કોભાંડની તપાસ ઈઈંઉ ક્રાઈમ ટીમને સોપવામાં આવી હતી.
- Advertisement -
વજેપર સર્વેની જમીનના ખોટા દસ્તાવેજ કરી વેચવાની બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી જોકે બાદમાં લેવામાં આવેલ નિવેદન અને અરજીની તપાસમાં અન્ય આરોપીઓના નામો ખુલ્યા હતા અને જમીન કોભાંડમાં આરોપી ભરત દેગામાં અને હેતલ ભોરણીયાને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા બંને આરોપીના પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર થયા છે.