બન્ને તાલુકાના આગેવાનોએ પ્રાંતને આવેદન આપી ન્યાયની માંગણી કરી
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
ઉના ગીરગઢડા આહીર સમાજ ના આગેવાનો ઉના માર્કેટિંગ યાર્ડ માં એકત્રિત થઈ અને હીરાભાઈ જોટવા ના સમર્થન માં એકત્ર થયા હતા જેમાં ભાજપ અને કોંગ્રેસ ના આગેવાનો ઉપસ્થિત રહી હીરાભાઈ પર થયેલ ખોટી કાર્યવાહી નો વિરોધ કરેલ અને ગુજરાત ના મુખ્યમંત્રી ને સંબોધીને કોંગ્રેસ ના નેતા હીરાભાઈ જોટવા ના સમર્થન માં ખુલી ને આવ્યા હોઈ તેમ ભાજપ અને કોંગ્રેસ ના આહીર સમાજના આગેવાનો એ ઉના પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપી જણાવેલ કે હીરાભાઈ જોટવા આહિર સમાજ ના આગેવાન અને સમાજ ના મોભી હોય તેમની અને તેમના પરિવાર ની મનરેગા કૌભાંડ માં કોઈ પ્રકાર ની સંડોવણી ના હોવા છતાં પણ કોઈ એક વ્યક્તિ ના કહેવાથી તેમની પૂછપરછ કરવાના બહાને તેમની પર ફરિયાદ નોંધી તે યોગ્ય નથી તે કોઈ પેઢી ના માલિક નથી કે કોઈ ની સાથે ભાગીદારી પણ નથી તેમ છતાં આ માત્ર રાજકીય રીતે ટાર્ગેટ કરવાનો ઇરાદો હોય અને આ પ્રકરણની તટસ્થ તપાસ થવી જોઈએ.
- Advertisement -
આ કૌભાંડ માં સાચા આરોપી ને બચાવા ઉપલા લેવલ થી હીરાભાઈ તથા તેમના પરિવાર ને ખોટી રીતે સંડોવામાં આવ્યા છે તેનો ઉના ગીરગઢડા આહિર સમાજ સખત શબ્દો માં વિરોધ કરે છે. તેથી આ આવેદન પત્ર પાઠવી હીરાભાઈ કે તેના પરિવાર ને ખોટી રીતે હેરાન કરવામાં ના આવે અને આ પ્રકરણ ની તટસ્થ અને ન્યાયી તપાસ થાય અને જવાબદારો સામે પગલા ભરવામાં આવે નહીં કે નિર્દોષ વ્યક્તિ કે જે એક બહોળા સમાજ ના આગેવાન હોઈ તેમની પર રાજકીય કિન્નાખોરી રાખી ફરિયાદ કરવામાં આવી તે આહિર સમાજ સહન નહીં કરે આવેદન પત્ર માં આહિર સમાજ ના અગ્રણી મેરુભાઈ રામ,ઉકાભાઈ વાઘ, અભેલભાઈ બાંભણીયા સહિત ના 100 જેટલા આગેવાનો હાજર રહ્યા હતા અને ન્યાય આપો ન્યાય આપો ના નારા સાથે આવેદનપત્ર આપી સરકારી ખોટી રીતિ નિતી નો વિરોધ કર્યો હતો.



