8.20 કરોડની રકમ મંજૂર થવા છતા કામગીરી નહીં શરૂ કરતા રોષ: અનેક વખત રજૂઆત કરવા છતા તંત્રના આંખ આડા કાન
આ પુલ પરથી પસાર થતી વખતે જાનહાનિ થઈ તો જવાબદારી કોની…..?
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના બેટી-પારેવાળા ગામ નજીક વર્ષો પહેલા નિર્માણધીન પુલની હાલત જર્જરીત થઇ ગઈ છે. આ પુલ પરથી 20 ગામના લોકો અવર જવર કરી રહ્યા છે. પુલની જર્જરીત હાલત હોવાની અનેક વખત સરપંચ વાલજીભાઇ વાટીયા સહિતના લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતા તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. વહેલી તકે તંત્ર દ્વારા પુલની મરમત કરવામાં આવે તેવી 20 ગામના લોકોમાં માંગણી ઉઠી છે. રાજકોટ ચોટીલા હાઈવે રોડ ઉપર જવું હોય તો તમામ વાહનો આ રોડ ઉપરથી પુલ ઉપરથી જવું પડે છે ત્યારે સાંકડો પુલ હોવાથી એક જ વાહન અવરજવર કરી શકતો હોય ત્યારે વર્ષો પુરાણો આ ફૂલ હોવાથી ગામ લોકોએ મીડિયા સમક્ષ તથા આક્રોશ લાવ્યો હતો ત્યારે ચોમાસુ આવે ત્યારે આ પુલ ઉપરથી તૂટી જવાના ભયથી લોકો વરસાદ આવે ત્યારે નાના મોટા સેક ડેમ ભરાઈ ગયા હોય ત્યારે અચાનક પૂર આવી જતા લોકો આવું જાવાનું બંધ થઈ જાય છે ત્યારે 108 કે ઈમરજન્સી કેસ હોય ત્યારે આ પુલ ઉપરથી દર વર્ષે 10 ફૂટ ફુલ ઉપરથી પાણી જાય છે ત્યારે 20 ગામોને જોડતો આ પુલ જેવા કે પારેવારા, મેસાવડા, મેવાસા, શેખલીયા, બેડલા, બારવણ, રાજપરા, ડાકલા, પાટડી વગેરે ગામોમાં અવરજવર કરે છે અને વાહનો, રીક્ષા, મોટર સાયકલ, ફોર વ્હીલ, મોટી ગાડીઓ અહીંથી પસાર થાય આ જ રીતે હાલતમાં પુલ હોવાથી લોકો જાનના જોખમી આ પુલ ઉપરથી પસાર થાય છે જો કોઈ મોટી દુર્ઘટના બની તો આનું જવાબદાર કોણ ? ત્યારે સ્થાનિક ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વગેરે અધિકારીઓને આની રજૂઆત કરવામાં આવી હતી છતાં મંજૂર થઈ ગયેલ હોય ત્યારે તંત્ર અને અધિકારી દ્વારા આ ફૂલ મંજુર રકમ 8 કરોડની 20 લાખ ખર્ચે કોન્ટ્રાક્ટ પણ આપી દીધેલ હોય છતાં અધિકારીઓ અને રાજકારણીઓ આ પુલનું તાત્કાલિક ધોરણે નવો બનાવવામાં આવ તેવી ગામ તમામ ગામોની માંગ ઉઠી છે તો તાત્કાલિક સર્વે કરીને આપ નવો બનાવવામાં આવે તેવી ગામ લોકોની અને આગેવાનોની અને વેપારીઓની કારખાના પણ આવેલા હોય તો તાત્કાલિક ધોરણે આ પુલનું કામ ચાલુ થાય તેવી ગામ લોકોની માંગ ઉઠી છે.