ગાંધીનગરમાં વિકાસ સહાયના વિદાય સમારોહની તૈયારી
કેન્દ્રમાં મોકલાયેલા 5 IPS અધિકારીની યાદીમાં બે નામ ખાસ ચર્ચામાં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગૃહ વિભાગમાં IPSમાં સૌથી ઊંચો હોદ્દો હોય છે DGPનો. ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, એટલે રાજ્યના પોલીસવડા. આજે (30 જૂન, 2025) ગુજરાતના ડીજીપી વિકાસ સહાય નિવૃત્ત થવાના છે, ત્યારે નવા ડીજીપી કોણ બનશે? એવી ચર્ચાએ જોર પકડ્યું છે. સરકારે પણ પાંચ અધિકારીની યાદી કેન્દ્ર સરકારમાં મોકલી આપી હતી. સામાન્ય રીતે સિનિયર અધિકારીઓ પણ ડીજીપી બનવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
વિકાસ સહાય બાદ સિનિયોરિટી અનુસાર ડો. કે.એલ.એન રાવ અને તેમના બાદ સરકારની નજીક ગણાતા જી.એસ.મલિક (અમદાવાદ પોલીસ કમિશનર)ને ડીજીપી બનાવી શકાય એવી શક્યતા છે. આ બે અધિકારી માટે વધારે અટકળો ચાલી રહી છે, પણ બીજા અધિકારીનાં નામો પણ ચર્ચાઈ રહ્યાં છે. વિકાસ સહાયને એક્સટેન્શન મળે એવી શક્યતા ઓછી છે, કારણ કે ગાંધીનગરમાં તેમના વિદાય સમારોહની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.
- Advertisement -
સિનિયોરિટી પ્રમાણે કોની-કોની DGP બનવાની શક્યતા?
વિકાસ સહાયને ફરી એક્સટેન્શન ટૂંક સમય માટે મળી શકે એવી ચર્ચા બ્યૂરોક્રેટ્સમાં થઇ રહી છે.
સિનિયોરિટીમાં આવતા ડો. શમશેર સિંહ રાજ્ય બહાર બીએસએફમાં ફરજ બજાવતા હોવાથી તેમની શક્યતા ઓછી છે.
મનોજ અગ્રવાલ ચાર મહિનામાં નિવૃત્ત થતા હોવાથી તેઓ ડીજીપીની રેસથી બહાર હોવાનું મનાય છે.
ડો. કે. એલ. એન. રાવ 2027ના 10મા મહિનામાં નિવૃત્ત થતા હોવાથી કમાન સોંપાઈ શકે છે.
જી.એસ. મલિક વર્ષ 2028ના 10મા મહિનામાં નિવૃત્ત થતા હોવાથી તેમને કે એલ. એન. રાવ બાદ પણ ડીજીપી બનવાના ચાન્સ છે.
ડો. નિરજા ગોટરુ વર્ષ 2029ના 11મા મહિનામાં નિવૃત્ત થઇ રહ્યા છે.
આઇપીએસ મનોજ શશિધર 2030ના 11મા મહિનામાં નિવૃત્ત થઇ રહ્યા છે.
રાજુ ભાર્ગવ વર્ષ 2026ના આઠમા મહિનામાં નિવૃત્ત થઇ રહ્યા છે.
DGPબનવાની પ્રક્રિયા શું હોય છે?
સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન શું હોય છે?
સામાન્ય રીતે ડીજીપી રાજ્યના સૌથી સિનિયર મોસ્ટ આઇપીએસ અધિકારીઓમાંથી પસંદગી પામતા હોય છે.
UPSC ડીજીપી સિલેક્શનમાં મહત્ત્વોનો ભાગ ભજવે છે.
રાજ્યના ચોક્કસ સિનિયર અધિકારીઓની એક યાદી તૈયાર થાય છે એ કેન્દ્ર સરકારને મોકલવામાં આવે છે.
UPSC દ્વારા એ યાદીમાંથી કેટલા ઓફિસર ડીજીપી થઇ શકે છે. એનું લિસ્ટ બનાવી રાજ્ય સરકારને મોકલતા હોય છે.
સામાન્ય રીતે આ યાદીમાં નિવૃત્તિ માટે આશરે છ મહિના બાકી હોય એ જ અધિકારીઓનો સમાવેશ થાય છે.
સિનિયોરિટી પ્રમાણે ડીજીપી નક્કી કરવામાં આવે છે.
સિનિયોરિટી-કમ-મેરિટ પ્રમાણેની યાદી ઞઙજઈ તૈયાર કરે છે.
આ યાદી આવ્યા બાદ રાજ્ય સરકાર તેની પસંદગી કરતી હોય છે.
નિવૃત્તિના છ મહિના બાકી હોય તોપણ નવી ગાઇડલાઇન પ્રમાણે જો તે ડીજીપી તરીકે સિલેક્ટ થાય છે તો તેમને આપમેળે 2 વર્ષ સુધી એક્સટેન્શન મળી જાય છે.
આખરે કેન્દ્રમાંથી પસંદગી પામેલા અધિકારીઓની યાદી આવ્યા બાદ તેમાંના એક નામ પર મંજૂરીની મહોર લાગતી હોય છે અને તેમને ડીજીપી બનાવવામાં આવે છે.
સરકાર શું-શું કરી શકે?
વિકાસ સહાયને એક્સટેન્શન શક્યતા.
સરકાર સુપરસીડ કરી કોઇ અધિકારીને ઉૠઙ બનાવી શકે છે.
સિનિયોરિટી પ્રમાણે ડો. કે. એલ. એન. રાવને પણ મૂકી શકે છે.
જી. એસ. મલિક સરકારની ગુડ બુકમાં હોવાથી ઉૠઙ બની શકે છે.



