પાઇલટની સૂઝબૂઝે મોટી દુર્ઘટના ટાળી
અમદાવાદ પ્લેનક્રેશ: પાઇલટે 2000થી વધુ લોકોના જીવ બચાવ્યા: 3 સેક્ધડ પણ મોડું કર્યું હોત તો 1200 બેડની સિવિલ પર ફ્લાઇટ ક્રેશ થાત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
12 જૂને અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા હજારોમાં હોઈ શકી હોત, જોકે કેપ્ટન સુમિત સભરવાલ (56)ની સૂઝબૂઝને કારણે ઘણા લોકોના જીવ બચી ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે કેપ્ટન સુમિતને ખ્યાલ આવ્યો કે તે વિમાનને ક્રેશ થતું અટકાવી શકશે નહીં ત્યારે તેમણે જાણીજોઈને વિમાનને એવી જગ્યાએ ક્રેશ કર્યું, જ્યાં નુકસાન ઓછામાં ઓછું થાય. બોઇંગ 787 વિમાન મેડિકલ કોલેજ હોસ્ટેલ પર પડ્યું. આ વિસ્તાર ઓછો વસતિવાળો હતો, પરંતુ એની આસપાસ ગીચ વસતિ અને ત્રણ મોટી હોસ્પિટલો છે. જો વિમાન 3 સેક્ધડ પહેલાં કે પછી પડ્યું હોત તો વિનાશ ખૂબ મોટો થયો હોત. ક્રેશ સ્થળની જમણી બાજુએ મિલિટરી હોસ્પિટલ છે. આગળ સિવિલ હોસ્પિટલ છે અને થોડા અંતરે ગુજરાત કેન્સર સોસાયટી મેડિકલ કોલેજ છે. અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ અઈં 171 ટેકઓફ થયાના થોડા સમય પછી મેડિકલ હોસ્ટેલની ઇમારત સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 241 મુસાફરો અને ક્રૂ-ભ્યો સહિત 270 લોકોનાં મૃત્યુ થયા હતા. આ અકસ્માતમાં એક મુસાફર બચી ગયો હતો. અકસ્માત સ્થળે હાજર એક ઉડ્ડયન અધિકારીએ જણાવ્યું હતું કે પડી રહેલા વિમાનનો માર્ગ એવો હતો કે એ સીધો 1200 બેડવાળી સિવિલ હોસ્પિટલમાં અથડાવાનું હતું. પ્રારંભિક તપાસ સૂચવે છે કે પાઇલટે વિમાનને થોડીક સેક્ધડ પહેલાં નીચે ઉતાર્યું હતું. આ કારણે એ મેડિકલ કોલેજ હોસ્ટેલની છત પરથી સરકીને ઝાડ વચ્ચે પડી ગયું.
વિમાન દુર્ઘટનાની તપાસમાં UN સામેલ થશે, ભારતે ICAO નિરીક્ષકને મંજૂરી આપી
એર ઇન્ડિયા ડ્રીમલાઇનર વિમાન દુર્ઘટનાની તપાસમાં સંયુક્ત રાષ્ટ્ર સામેલ થશે. ભારત સરકારે સંયુક્ત રાષ્ટ્ર ઉડ્ડયન સંસ્થા ઈંઈઅઘ (આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન)ના નિષ્ણાતને નિરીક્ષક તરીકે ભાગ લેવાની મંજૂરી આપી છે. ઈંઈઅઘએ તપાસમાં ભાગ લેવાની પરવાનગી માગી હતી. ભારતે પારદર્શિતા સાથે તપાસ કરવાના હેતુથી સંયુક્ત રાષ્ટ્રને આમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે. 13 જૂનથી એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (અઅઈંઇ) ટીમ દ્વારા આ અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે. એમાં એવિએશન મેડિકલ નિષ્ણાતો, એર ટ્રાફિક કંટ્રોલ (અઝઈ) અધિકારીઓ અને યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (ગઝજઇ)ના પ્રતિનિધિઓ પણ સામેલ છે.