રાજકોટના કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાસે આવેલા 22 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આરોગ્ય અને સુરક્ષાની દૃષ્ટિએ ભીમનગર મેઈન રોડ, કાલાવડ રોડ ઉપર આવેલા કે.જી.એન. ચીકન પોઇન્ટની તબીબી તપાસ હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન 6 કિલોગ્રામ વાસી અને અખાદ્ય પ્રિપેર્ડ નોન-વેજ ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. સાથે જ પેઢીને હાઈજેનિક પરિસ્થિતિ જાળવવા તેમજ ફરજિયાત લાયસન્સ અંગે નોટિસ પણ આપવામાં આવી.
ફૂડ વિભાગની ટીમ અને ઋજઠ વાન સાથે કોઠારિયા-રણુજા રોડ વિસ્તારમાં ખાદ્યવસ્તુઓનું વેચાણ કરતા કુલ 22 વેપારીઓની ચકાસણી કરવામાં આવી. તેમાં 10 ધંધાર્થીઓને લાયસન્સ નહીં હોવા અંગે સૂચના આપવામાં આવી અને ખાદ્ય ચીજોના કુલ 20 નમૂનાઓ સ્થળ પર જ ચકાસવામાં આવ્યા.
ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ, 2006 અંતર્ગત કરાયેલા સર્વેલન્સ ચેકિંગની કામગીરી યથાવત્ ચાલુ રાખવામાં આવશે તથા નિયમભંગ સામે કડક પગલાં લેવાશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.
લાયસન્સ અંગે સૂચના મળેલા ધંધાર્થીઓ:
કૃષ્ણા ડેરી ફાર્મ
ભરકાદેવી પાણીપૂરી
ગણેશ પ્રોવિઝન સ્ટોર
જયેશ પ્રોવિઝન સ્ટોર
મહાકાળી પાણીપૂરી
સાંઈ ખીરું
વિશાલ પાણીપૂરી
શ્રીજી એજન્સી
શંકરભાઈ પાણીપૂરી
બાલાજી નાસ્તા હાઉસ
ચકાસણી કરાયેલા અન્ય ધંધાર્થીઓ:
કૃષ્ણા આઈસ્ક્રીમ
શ્રીજી ચાઈનીઝ પંજાબી
ભગવતી ફરસાણ
ગેલ અંબે પ્રોવિઝન સ્ટોર
બાલાજી ફરસાણ
વેણુ સ્ટોર્સ
આશીર્વાદ ફરસાણ
શિવમ વડાપાઉં
જય મહાકાળી પૂરી શાક
જય મહાકાળી પાઉંભાજી
શિવ કચ્છી દાબેલી
જીતુભાઈ ઘૂઘરાવાળું
નમૂનાની તપાસ હેઠળ લેવામાં આવેલા
3 ખાદ્ય નમૂનાઓ:
સ્થળ: વોલ્કો ચજછ કંપની પ્રા.લિ., શોપ નં.07, ગ્રાઉન્ડ ફ્લોર, કોસ્મો કોમ્પલેક્સ, મહિલા કોલેજ ચોક, કિશનપરા ચોક, રાજકોટ
MIMO DIVINE STRAWBERRY RUSH ICECREAM (50 ML પેકમાંથી)
NIC TENDER COCONUT ICECREAM (750 ML પેક માંથી)
GRAMEEN GUD BADAAM KULFI (70 ML પેકમાંથી)



