કુલ 2,53,673 કરદાતા દ્વારા ઓનલાઇન તથા કુલ 89,613 દ્વારા ચેક તથા રોકડાથી વેરો ભર્યો:
એડવાન્સ વેરો ભરપાઈ કરનાર કરદાતાને 25.62 કરોડ જેટલી માતબર રકમનું ડિસ્કાઉન્ટ અપાયું
બાકીદારો સામે મનપાની લાલઆંખ: વોર્ડ નં.7માં 22ને વોર્ડ નં.3માં 4 મિલકતો સીલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26 મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તારીખ:-9-4-2025 થી વેરાની વસુલાત ચાલુ થયેલ છે. તારીખ 27-6-2025ના રોજ કુલ 3,43,286 કરદાતા દ્રારા 244 કરોડની વસુલાત થવા પામેલ છે. જેમાં કુલ 2,53,673 કરદાતા દ્વારા ઓનલાઇન 160 કરોડ તથા 89613 કરદાતા દ્રારા ચેક તથા રોકડાથી રૂ 84.05 કરોડ રક્મ ભરપાઇ થયેલ છે. કુલ વેરામાં 25.62 કરોડ જેટલી માતબર રકમનું ડિસ્કાઉન્ટ એડવાન્સ વેરો ભરપાઇ કરનારને આપવામાં આવેલ છે.
બાકી મિલકત વેરા-વસુલાત સામે વોર્ડ નં-7 માં કુલ 22 મિલકતોને સીલ તથા વોર્ડ નં-3 માં કુલ 4 મિલકતોને સીલ કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિલ્કતવેરાના બાકીદારો ને રાહત મળી રહે તે હેતુ થી વન ટાઈમ ઇનસ્ટોલમેન્ટ સ્કીમ અમલ માં મુકવામાં આવેલ છે. આ સ્કીમ દ્વા કરદાતાઓને વાર્ષિક ધોરણે ચાર હપ્તાથી જુનું ચડત + ચાલુ વાર્ષ બાકી વેરો નિયત સમય મર્યાદામાં ભરપાઇ થવાથી મિલકતવેરામાં નવુ ચડત થતું વ્યાજ બંધ થાય છે. આ યોજના 31-7 સુધી અમલી રહેશે.આ યોજનાનો મહત્તમ લાભ લેવા અપીલ છે.