અષાઢી બીજના દિવસે વિશેષ શણગારના ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટવાસીઓની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર એટલે બાલાજી હનુમાનજી મંદિર આજે અષાઢી બીજના પવિત્ર દિવસે મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજને ભગવાન જગન્નાથજીની થીમના સુંદર, આકર્ષક, મનમોહક, વાધાના અદભુત અલૌકિક અને દિવ્ય શણગાર કરવામાં આવ્યા છે. મંદિરના મહંત વિવેકસાગરદાસજી સ્વામી, સ્વામિનારાયણ મંદિરના મહંત રાધારમણદાસજી સ્વામી, કોઠારી મુનિવત્સલ સ્વામીના માર્ગદર્શન હેઠળ અહીં દાદાને આજના શણગાર કરવામાં આવ્યા છે. આજના આ અદભુત શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જેના દર્શન કરી ભક્તો ભાવવિભોર થયા છે. આજની સંધ્યા આરતીમાં બહોળી સંખ્યામાં ભક્તો જોડાશે અને દાદાના દિવ્ય અલૌકિક દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરશે.