ખાસ-ખબર ન્યૂઝ વાંકાનેર
વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામની મલ્લાવાળી સીમમાં આરોપીએ પોતાના ખેતરમાં ગેરકાયદે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનુ વાવેતર કરી છોડ કાપી સુકવી વેચાણ કરવાની તૈયારી કરતા રેડ પાડી હતી. તે દરમિયાન ખેતરમાંથી કુલ કિં. રૂ.11,16,600 ના મુદ્દામાલ સાથે એક શખ્સને મોરબી એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ, મોરબી એસ.ઓ.જી. પોલીસને સંયુક્તમા ખાનગી રાહે બાતમી મળી હતી કે, વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા આરોપી બચુભાઈ રાણાભાઈ સાંકરીયા (ઉ.વ.80) એ રાતેદેવડી ગામની મલ્લાવાળી સીમમાં પોતાના ખેતરમાં ગેરકાયદે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનુ ખેતરમાં વાવેતર કરી છોડને વાઢી-કાપી સુકવી વેંચાણ કરવાની તૈયારી કરતા રેઇડ દરમિયાન મુળ સહિતના અર્ધ સુકાયેલા ગાંજાના 190 છોડનું ચોખ્ખુ વજન 5 કિલો 605 ગ્રામ કિં.રૂ.56,050 તથા વનસ્પતિજન્ય માદક પદાર્થના ગાંજાના ડાંખળા-પાંદડા જેનુ ચોખ્ખુ વજન 6 કિલો 055 ગ્રામની કિં.રૂ.60,550 મળી કુલ વજન 11 કિલો 660 ગ્રામ કિં.રૂ.1,16,600 તથા અધારકાર્ડની નકલ તથા વીઘોટીની પહોંચની નકલ મળી કુલ કિં.રૂ.1,16,600 ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એકટની કલમ-8(સી), 20(એ)(બી) મુજબ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.