DNA મેચની કાર્યવાહી પૂર્ણ થયા બાદ રૂપાણીના પાર્થિવ દેહને રાજકોટ લવાશે
રાજકોટ શહેર ભાજપ દ્વારા રેસકોર્સ મેદાન ખાતે પ્રાર્થના સભા પણ રાખવામાં આવશે : રામનાથપરા સ્મશાન ખાતે અંતિમવિધિ કરાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.14
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અમદાવાદમાં પ્લેન ક્રેશમાં નિધન થયા બાદ તેમની અંતિમવિધિ રાજકોટમાં કરવાનો નિર્ણય કરાયો છે. અમદાવાદમાં ઉગઅ મેચની કાર્યવાહી પૂર્ણ થયા બાદ રૂપાણી પરિવારના સભ્યો રાજકોટ પહોંચશે. પ્રકાશ સોસાયટીમાં તેમના નિવાસસ્થાને પાર્થિવ દેહને અંતિમ દર્શનાથે રાખવામાં આવશે જયારે પણ વિજય રૂપાણીના પાર્થિવ દેહને અમદાવાદથી રાજકોટ લાવવામાં આવશે ત્યારે રાજકોટના પ્રવેશદ્વાર સમા ગ્રીનલેન્ડ ચોકથી તેમના નિવાસ્થાન સુધી લાવતા સમયે મોટી સંખ્યામાં લોકો જોડાશે.
જ્યારે અંતિમ યાત્રાનો રૂટ પ્રકાશ સોસાયટીમાં તેમના નિવાસ સ્થાનેથી નિર્મલા રોડ, કોટેચા ચોક, એસ્ટ્રોન ચોક, યાજ્ઞિક રોડ, ડી.એચ.કોલેજ થી માલવીયા ચોક, કોર્પોરેશન ચોકથી ધર્મેન્દ્ર રોડ, સાંગણવા ચોક, ભુપેન્દ્ર રોડ થઈ રામનાથ પરા સ્મશાન ખાતે પહોંચશે. ત્યારબાદ અંતિમ દર્શન ખાતે રાખી અને બાદમાં અંતિમ યાત્રા નીકાળવામાં આવશે. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે પ્રાર્થના સભા પણ રાખવામાં આવશે. આને લઇને તૈયારીઓ પણ શહેર ભાજપ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.
રાજકોટમાં નિર્મલા રોડ પર આવેલ પ્રકાશ સોસાયટી ખાતે તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન માટે પાર્થિવ દેહને રાખવામાં આવશે અને ત્યારબાદ તેમની અંતિમ યાત્રા નીકળશે. ગઈકાલથી તંત્ર દ્વારા અંતિમ દર્શન અને અંતિમ યાત્રા માટે સમીક્ષા કરવામાં આવી રહી છે જેના ભાગ રૂપે આજે તેમના નિવાસ્થાનની બાજુમાં આવેલ ધ્યાન પ્રગટેશ્વર મહાદેવ મંદિર પટાંગણ ખાતે સફાઈ કરી દેવામાં આવી રહી છે કારણ કે જો મંદિર મેદાનનો ઉપયોગ કરવાનો થાય તો તાત્કાલિક અસરથી અહીંયા વ્યવસ્થા ઉભી કરી શકાય. જો કે અંતિમ દર્શન ક્યાં રાખવા અને અંતિમ યાત્રા ક્યાંથી ક્યાં લઇ જવી તે અંગે આખરી નિર્ણય તેમના પરિવારજનો દ્વારા કરવામાં આવશે જેથી અલગ અલગ વિભાગ દ્વારા સમીક્ષા કરવામાં આવી રહી છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનને લઇને રેસકોર્સ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાશે. તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં રાજકોટ સહિત સમગ્ર ગુજરાતથી ભાજપના નેતાઓ અને કાર્યકરો આવશે. રેસકોર્સ ગ્રાઉન્ડ પર આવેલું કવિશ્રી રમેશ પારેખ રંગમંચમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાશે. 2500 ખુરશી અને જર્મન ડોમ ઉભો કરવા માટેની તૈયારીઓ શરૂ કરાઈ છે.
અંતિમ યાત્રાનો રૂટ પ્રકાશ સોસાયટી નિવાસ સ્થાનથી નિર્મલા રોડ, કોટેચા ચોક, એસ્ટ્રોન ચોક, યાજ્ઞિક રોડ, ડી.એચ.કોલેજથી માલવીયા ચોક, કોર્પોરેશન ચોક થી ધર્મેન્દ્ર રોડ સાંગણવા ચોક થઈ ભુપેન્દ્ર રોડ થઈ રામનાથ પરા સ્મશાન ખાતે પહોંચશે