એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન અમદાવાદમાં ક્રેશ થયું છે. તેમાં 242 મુસાફરો સવાર હતા, જેમાં 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોત થયાના અહેવાલ છે.
એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર અઈં-171 એ આજે બપોરે 1:38 વાગ્યે ઉડાન ભરી. માત્ર 9 મિનિટ પછી, વિમાન ક્રેશ થયું. આ અકસ્માતની ચર્ચા સમગ્ર વિશ્ર્વમાં થઈ રહી છે.
બ્રિટનમાં BBCથી લઈને અમેરિકામાં ન્યૂ યોર્ક ટાઈમ્સ સુધી,
દરેક વ્યક્તિ આ ઘટનાને લગતી વિગતો આપી રહ્યા છે
- Advertisement -
BBC: 242 લોકોને લંડન લઈ જતું પેસેન્જર વિમાન ક્રેશ થયું
અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ અઈં171 ટેકઓફ થયાના થોડીવાર પછી જ ક્રેશ થઈ ગઈ. વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 1 કેનેડિયન અને 7 પોર્ટુગીઝ નાગરિકોનો સમાવેશ થાય છે. ઋહશલવિફિંમફિ24 મુજબ, વિમાનનું છેલ્લું સિગ્નલ ટેકઓફ થયાના થોડા સમય પછી, 190 મીટર (625 ફૂટ)ની ઊંચાઈએ હતું. ભારતના નાગરિક ઉડ્ડયન નિયમનકાર ઉૠઈઅએ જણાવ્યું હતું કે વિમાને રનવે 23 પરથી બપોરે 1:39 વાગ્યે ઉડાન ભરી હતી. ટેકઓફ પછી, વિમાને એર ટ્રાફિક કંટ્રોલરને મેડે કોલ (ઇમરજન્સી મેસેજ) મોકલ્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. ડીજીસીએના જણાવ્યા અનુસાર, વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં બે પાઇલટ અને 12 કેબિન ક્રૂનો સમાવેશ થાય છે. કેપ્ટનને 8,200 કલાક ઉડાનનો અનુભવ હતો અને કો-પાયલટને 1,100 કલાક ઉડાનનો અનુભવ હતો. આ અકસ્માત એરપોર્ટની બહાર થયો હતો. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવી રહ્યા છે.
CNG: લંડન જઈ રહેલ એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું, 242 મુસાફરો સવાર હતા
- Advertisement -
12 જૂનના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી એર ઈન્ડિયાનું એક પેસેન્જર વિમાન ક્રેશ થયું હતું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત પછી કાળા ધુમાડાના ગોટેગોટા ઘટનાસ્થળે છવાઈ ગયા હતા. એર ઇન્ડિયાએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે લંડન ગેટવિક જતી તેની ફ્લાઇટ અઈં171 અકસ્માતનો ભોગ બની છે. એરલાઇને કહ્યું, “અમે વધુ માહિતી એકઠી કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં અપડેટ આપીશું.” ગેટવિક એરપોર્ટે પણ પુષ્ટિ આપી છે કે અમદાવાદથી ટેકઓફ કર્યા પછી ફ્લાઇટ અઈં171 ક્રેશ થઈ ગઈ હતી. વિમાન ભારતીય સમય મુજબ બપોરે 1:25 વાગ્યે ગેટવિક પહોંચવાનું હતું.
દુર્ઘટના પર વર્લ્ડ મીડિયા જગતની પ્રતિક્રિયા
ડેઇલી મેઇલ: વિમાન ટેકઓફ થયાના થોડી મિનિટો પછી ક્રેશ થયું પબ્લિકો: લંડન જઈ રહેલું વિમાન ક્રેશ થયું, જેમાં 7 પોર્ટુગીઝ સવાર હતા
વોશિંગ્ટન પોસ્ટ: અમદાવાદમાં એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન ક્રેશ થયું
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડનના ગેટવિક એરપોર્ટ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI171 ક્રેશ થઈ ગઈ. એર ઈન્ડિયાના ચેરમેન નટરાજન ચંદ્રશેખરને તેને ’દુ:ખદ અકસ્માત’ ગણાવ્યો. ભારતના જનરલ એવિએશન મિનિસ્ટ્રીના ડિરેક્ટર ફૈઝ અહેમદ કિદવાઈએ જણાવ્યું હતું કે વિમાનમાં 232 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો હતા. વિમાન અમદાવાદ નજીક મેઘાણી નગર નામના રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું. ઘટના સ્થળે કાટમાળ વચ્ચે લોકો એકઠા થયેલા જોવા મળ્યા હતા. ઘાયલ કે મૃતકોની સંખ્યા હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. એર ઇન્ડિયા અને સ્થાનિક અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને બચાવ કામગીરી ચાલી રહી છે.
ન્યૂ યોર્ક ટાઇમ્સ: ભારતમાં પેસેન્જર વિમાન ક્રેશ થયું, 242 મુસાફરો સવાર હતા
ભારતની અગ્રણી એરલાઇન એર ઇન્ડિયાનું એક પેસેન્જર વિમાન અમદાવાદથી ઉડાન ભર્યાના થોડા સમય પછી ક્રેશ થયું હતું. ભારતના ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ આ વાતની પુષ્ટિ કરી. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે તેમની ફ્લાઇટ AI171 અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જઈ રહી હતી. Flightradar24 અનુસાર, આ વિમાન બોઇંગ 787-8 ડ્રીમલાઇનર હતું. લંડન ગેટવિક એરપોર્ટે જણાવ્યું હતું કે વિમાન સ્થાનિક સમય મુજબ સાંજે 6:25 વાગ્યે લંડન પહોંચવાનું હતું. વિમાનમાં કેટલા મુસાફરો સવાર હતા તે હજુ સ્પષ્ટ નથી. એર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, વિમાનમાં 256થી 259 મુસાફરોની ક્ષમતા છે. કેન્દ્રીય મંત્રી નાયડુએ સોશિયલ મીડિયા પર લખ્યું- અમદાવાદમાં વિમાન દુર્ઘટનાના સમાચારથી હું દુ:ખી છું. અમે હાઇ એલર્ટ પર છીએ. એર ઇન્ડિયાના માલિક ટાટા ગ્રુપે સોશિયલ મીડિયા પર પુષ્ટિ કરી કે ફ્લાઇટ AI171 અકસ્માતનો ભોગ બની. એર ઇન્ડિયાના ચેરમેન નટરાજન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે કંપની અસરગ્રસ્ત લોકો અને તેમના પરિવારોને મદદ કરી રહી છે તેમજ બચાવ ટીમને દરેક શક્ય રીતે મદદ કરી રહી છે.
ધ ગાર્ડિયન: અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું, 242 મુસાફરો સવાર હતા
અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 ટેકઓફ થયાના થોડા સમય પછી જ ક્રેશ થઈ ગઈ. જનરલ એવિએશન મિનિસ્ટ્રીના ડિરેક્ટર ફૈઝ અહેમદ કિદવાઈએ જણાવ્યું હતું કે બોઇંગ 787 વિમાનમાં 232 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો હતા. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે વિમાનમાં 53 બ્રિટિશ નાગરિકો પણ સવાર હતા. બ્રિટિશ સરકારે કહ્યું કે તે અકસ્માતમાં સંડોવાયેલા લોકોને મદદ કરવા માટે ભારતના સ્થાનિક અધિકારીઓ સાથે નજીકથી કામ કરી રહી છે. બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સના નેતા લ્યુસી પોવેલે કહ્યું, “અમારી સંવેદના મુસાફરોના પરિવારો સાથે છે.”
ધ સન: બોઇંગ ડ્રીમલાઇનર વિમાન ડોક્ટરોના છાત્રાલયમાં ક્રેશ થયું
53 બ્રિટિશ નાગરિકોને લઈ જતું એક પેસેન્જર વિમાન ભારતમાં ડોક્ટરોના છાત્રાલય સાથે અથડાયા પછી ક્રેશ થયું. એર ઇન્ડિયાએ પુષ્ટિ આપી છે કે વિમાન લંડન ગેટવિક જઈ રહ્યું હતું. વિમાનમાં 230 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો સવાર હતા. ફ્લાઇટમાં 169 ભારતીય, એક કેનેડિયન અને સાત પોર્ટુગીઝ મુસાફરો પણ હતા. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટરાડર અનુસાર, બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન ટેકઓફ કર્યા પછી થોડીવારમાં જ સંપર્ક તૂટી ગયો હતો.