પ્રાથમિક તપાસમાં બાળક તંદુરસ્ત હોવાનું બહાર આવ્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સાયલાના ઓવરબ્રિજ નીચે બિનવારસી હાલતમાં માસૂમ બાળક મળી આવ્યું હતું. જેને સાયલા હોસ્પિટલ 108 દ્વારા લવાયું હતું. જ્યાં સ્વસ્થ હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે નવજાત બાળકને છોડી જનાર જનેતા સામે લોકોમાં ફીટકારની લાગણી ફેલાઇ હતી.
- Advertisement -
સાયલાના ઓવરબ્રિજ નીચે પ્લાસ્ટિક બેગમાં જીવીત નવજાત બાળક હોવાનું 108ને જાણ કરાઇ હતી. આથી 108ના પાયલોટ વિજયસિંહ જાડેજા તેમજ બળવંતભાઈ રોજાસરા ઘટના સ્થળે પહોંચી ગયા અને પ્લાસ્ટિકની બેગમાં કપડાથી વીંટળાયેલ બાળકને સાયલા સરકારી દવાખાને લઈ જવામાં આવ્યું હતું. જ્યાં તપાસમાં બાળક તંદુરસ્ત હોવાનું પ્રાથમિક તપાસમાં ધ્યાને આવ્યું હતું.જ્યારે આમ નવજાત બાળકને એકલવાયું મૂકીને જનેતા સામે લોકોમાં ફીટકારની લાગણી જોવા મળી હતી. આ બાબતે સાયલા પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે દોડીને બાળકને આગળની કાર્યવાહી માટે સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ લઈ જવાની કાર્યવાહી શરૂ કરી હતી.