“મેક ઈન ઈન્ડિયા ” એટલે દેશ માં ઉત્પાદિત માલ દેશ – વિદેશમાં વેચાય, ” વાયબ્રન્ટ ગુજરાત ” એટલે આ ઉત્પાદનો ને પ્રોત્સાહન આપવાનું મહાપર્વ અને ” વાયબ્રન્ટ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડીરેકટરી ” એટલે ઉત્પાદકો અને નિકાસકારોની માહિતૉનો ” મહાકુંભ “
આ ડિરેક્ટરીની સોળમી આવૃત્તિની વિમોચનવિધિ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે તારીખ 7 સપ્ટેમ્બર ના રોજ સંપન્ન થઇ આ ડિરેક્ટરી ગુજરાત સરકારના સહયોગથી ડી.પી. ઇન્ફોનેટ કંપની દ્વારા છેલ્લા 16 વર્ષથી પ્રતિ વર્ષ પ્રસિદ્ધ કરવામાં આવે છે. 14 હજાર ઉધોગો – નિકાસકારોની માહિતી સાથે આ પ્રિન્ટેડ ડીરેક્ટરી–વેબ ડીરેકટરી તથા સીડીરોમ ડીરેકટરી એમ ત્રણ પ્રકારે પ્રસિધ્ધ થયેલ છે. આ ડીરેકટરીનું સરકયુલેશન દેશ – વિદેશમાં કરવામાં આવી રહ્યું છે.
- Advertisement -
ઉત્પાદક અને નિકાસકાર માટે આ “મહાકુંભ” સમી “ડીરેકટરી” માં જોડાઈ ને પોતાના ઉત્પાદનોને ” સર્વ વ્યાપી વિષ્વ વ્યાપી ” બનાવવાની અમૂલ્ય તક પ્રાપ્ત થાય છે. આ ડિરેક્ટરીમાં તમામ ઉત્પાદકોને “ફ્રિ લીસ્ટીંગ ” ની સુવિધા ઉપલબ્ધ છે. આ માટે ડેટા ફોર્મ ભરવું આવશ્યક છે. જે info@vibrantdirectory.com ઉપર ઇમેઇલ કરીને મંગાવી શકાશે.
ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીઝમાં મેનપાવરની જરૂરીયાતનો વિશાળ ડેટાબેઈઝ તૈયાર કરવાનું મહાઅભિયાન પણ શરુ કરવામાં આવેલ છે. એક મહત્વપૂર્ણ નિર્ણય દ્વારા ઓનલાઈન ડીરેકટરી www.vibrantdirectory.com સાઈટ ઉપર તમામ 14,૦૦૦ ઉધોગોને ફ્રિ જોબ પોસ્ટીંગની સુવિધા આપવામાં આવશે. તમામ ઉધોગો પોતાની જરૂરિયાત પ્રમાણે જોબ પોસ્ટિંગ વિના મુલ્યે મુકી શકશે .



