ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમરેલીના એસટી કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા. અમરેલી એસટી ડેપોમાં અડધો કલાક સુધી બસોની અવરજવર બંધ રહેતા મુસાફરો હેરાન-પરેશાન થયા હતા. એસટી કર્મચારીઓ દ્વારા અચાનક હડતાળનું એલાન આપતા એસટી બસોની અવરજવર અડધા કલાક સુધી ઠપ રહી હતી. અને બસ સેવા બંધ થવાને કારણ મુસાફરો ભારે હાલાકીમાં મુકાયા. એસટી કર્મચારી મંડળના પ્રમુખ પંકજભાઈ જાનીએ જણાવ્યુ કે, બહારના કેટલાક વ્યક્તિઓ દ્વારા વારંવાર કર્મચારીઓ અને અધિકારીઓને અવારનવાર હેરાન કરવામાં આવી રહ્યા છે. અને તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ન થતાં હડતાળનો માર્ગ અપનાવ્યો હતો.
- Advertisement -
આ ઘટનાની જાણ થતાં એસટી વિભાગીય નિયામક કચેરીના ડીવિઝનલ કંટ્રોલર એસટી ડેપો ખાતે પહોંચ્યા. અને પરીસ્થીતીનું નિરિક્ષણ કર્યું હતું. એસટી કર્મચારીઓએ અમરેલી સીટી પોલીસ સ્ટેશન ખાતે પહોંચી બહારના શખ્સો સામે ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. એસટી ડેપો મેનેજર, એસટી વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન ખાતે ઉપસ્થિત રહ્યા હતા.