સાઈ ધરમ તેજ મોટરબાઈક અકસ્માત: સાઇ ધરમ તેજનાં કાકા અને ફિલ્મ પ્રોડ્યુસર અલ્લુ અરવિંદેનાં જણાવ્યાં અનુસાર, ‘તેને માથાનાં ભાગે કે કરોડરજ્જુમાં કોઇ જ ઇજા નથી. તે સુરક્ષિત છે.
સાઇ ધરમ તેજનાં કાકા અને ફિલ્મ પ્રોડ્યુસર અલ્લુ અરવિંદેનાં જણાવ્યાં અનુસાર, ‘તેને માથાનાં ભાગે કે કરોડરજ્જુમાં કોઇ જ ઇજા નથી. તે સુરક્ષિત છે. અમે આપને તેનાં સ્વાસ્થ્ય અંગે વધુ અપડેટ આપતાં રહીશું.’

સાઇ ધરમ તેજનો આ બાઇક પર અકસ્માત થયો હતો
આપને જણાવી દઇએ કે, જ્યારે અકસ્માત થયો ત્યારે તેજ એકલો જ ડ્રાઇવ કરતો હતો. આ અકસ્માતમાં તેની સાથે કે સામે કોઇ અન્ય વ્યક્તિ ન હતું. તેથી તેને એકલાને જ ઇજા થઇ છે. અન્ય કોઇને નહીં.
- Advertisement -

તેલૂગુ એક્ટર સાઇ ધરમ તેજને નડ્યો અકસ્માત
કોણ છે સાંઇ ધરમ તેજ- સાઈ ધરમ તેજ વિજયા દુર્ગાનો પુત્ર છે, જે સાઉથ સુપર સ્ટાર ચિરંજીવી અને પવન કલ્યાણની બહેન છે. ધરમ તેજનાં પરિવારનાં સભ્યોની વાત કરીએ તો તેમાં ભાઈ વૈષ્ણવ તેજ, કાકા પવન કલ્યાણ, પિતરાઈ વરુણ તેજ, નિહારિકા કોનિડેલા અને મિત્ર સુનદીપ કિશન છે. તેઓ એક્ટરની ખબર અંતર પુછવાં હોસ્પિટલ પહોંચી ગયા હતા. તેજ હોસ્પિટલમાં દાખલ હતો તે સમયે અલ્લુ અરવિંદ અને ચિરંજીવીની પત્ની સુરેખા પણ ત્યાં હાજર હતા.
ચિરંજીવીએ તેજનાં અકસ્માત અંગે વાત કરતાં જણાવ્યું કે, ચાહકોએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે સાંઈ તેજને અકસ્માતમાં માત્ર સામાન્ય ઈજાઓ થઈ હતી અને તે ધીરે ધીરે સ્વસ્થ થઈ રહ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, સ્પોર્ટ્સ બાઇક તે સ્કિડ પર સવાર હતી અને માધાપુર વિસ્તારમાં કેબલ બ્રિજ પાસે પડી હતી. અભિનેતાએ હેલ્મેટ પહેર્યું હતું તેથી તેને માથાનાં ભાગે ઇજા નહોતી થઇ. સ્થાનિક લોકો તાત્કાલિક તેજની મદદે પહોંચી ગયા હતાં. 108ની મદદથી નજીકની મેડિકેર હોસ્પિટલમાં તેને લઇ જવામાં આવ્યો હતો. ત્યાં પ્રાથમિક સારવાર બાદ તેને એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.


