આંધ્રપ્રદેશની જોનગીરી ખાણ ઓપરેટ કરવા સરકારની મંજુરી : વર્ષે 400થી 750 કિલો સોનું મળશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.09
- Advertisement -
સોનાના વપરાશમાં દુનિયાભરમાં બીજા નંબરનું સ્થાન ધરાવતા અને દર વર્ષે ટન બંધ સ્ટોકની આયાત કરતા ભારતમાં આઝાદી પછીની પ્રથમ ‘ગોલ્ડમાઈન’ (સોનાની ખાણ) શરૂ થશે. આવતા વર્ષથી તેમાં સોનુ મળવા લાગશે. પ્રથમ વર્ષે 400 કિલો અને પછી 750 કિલો સોનુ ઉત્પન્ન થશે.
સોનાની ખાણ શરૂ કરવા માટે ડેકકન ગોલ્ડ માઈન્સની સહયોગી કંપનીને આંધ્રપ્રદેશ સરકાર તરફથી પ્રદુષણ નિયંત્રણ પ્રમાણપત્ર આપી દેવામાં આવ્યું છે. જોનગીરી ગોલ્ડમાઈન ઓપરેટ કરવામાં આવશે. કંપનીના મેનેજીંગ ડાયરેકટર હનુમાપ્રસાદ મોદાલીએ કહ્યું કે, કંપની મહતમ વાર્ષિક 750 ટન સોનુ ઉત્પન્ન કરી શકશે.તેઓએ કહ્યું કે, ભારતમાં આઝાદીના 80 વર્ષના ઈતિહાસમાં આ પ્રથમ સોનાની ખાણ શરૂ થશે. પ્રથમ વર્ષે 400 કિલો સોનુ ઉત્પન્ન થશે અને પછી 750 કિલો સોનુ મળશે. પ્રદુષણ નિયંત્રણ બોર્ડના સર્ટીફીકેટ સાથે ખાણ તથા પ્રોસેસીંગ પ્લાન્ટ શરૂ કરવાની છુટ્ટ મળી છે.
જો કે, ઓપરેશન શરૂ થતા હજુ બે મહિના લાગશે અને આ દરમ્યાન કેટલાંક પ્રાયોગીક પરીક્ષણ કરવામાં આવશે. જોનગીરી ખાણમાંથી ઉપલબ્ધ સોનાને આસપાસની રિફાઈનરીઓને આપવામાં આવશે. સોનાની ખાણ શરૂ થયાના પ્રથમ વર્ષે કંપનીને 300થી350 કરોડની આવક થશે. 2027માં આ આવક મળવા લાગશે. કંપનીની ગોલ્ડમાઈનને મંજુરી મળતા ડેકકન ગોલ્ડમાઈન્સનો ભાવ 11.70 ટકા ઉંચકાયો હતો. એક તબકકે 14.28 ટકા ઉછળ્યો હતો. છેલ્લા એક વર્ષમાં શેરનો ભાવ 58.42 ટકા વધ્યો હતો. ચાલુ વર્ષની ગણતરી કરાય તો 46 ટકા વધ્યો હતો. ચાલુ વર્ષની ગણતરી કરાય તો 40 ટકા ઉંચકાયો છે.