મેક્સન ગ્રુપનાં માલિક વઢવાણનાં ધારાસભ્ય ધનજીભાઈ પટેલ: ‘સત્તાથી સૌ સારાવાના થઈ જશે’, એમ વિચારીને ‘ઉમિયા સિરામિક’ નામની કંપની ખરીદ કરી
ઉમિયા સિરામિક પર ટઅઝનું લગભગ 65 કરોડ રૂપિયાનું લેણું: 2015માં બોજો દાખલ થયેલો છતાં 2017માં દસ્તાવેજ કેવી રીતે થઈ ગયો?

મેક્સન ગ્રુપનાં માલિક વઢવાણનાં ધારાસભ્ય ધનજીભાઈ પટેલ: ‘સત્તાથી સૌ સારાવાના થઈ જશે’, એમ વિચારીને ‘ઉમિયા સિરામિક’ નામની કંપની ખરીદ કરીઉમિયા સિરામિક પર ટઅઝનું લગભગ 65 કરોડ રૂપિયાનું લેણું: 2015માં બોજો દાખલ થયેલો છતાં 2017માં દસ્તાવેજ કેવી રીતે થઈ ગયો?ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ GST વિભાગમાં કેટલી હદે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તે અંગે છેલ્લાં ત્રણ-ચાર દિવસથી ‘ખાસ-ખબર’ ઝૂંબેશ ચલાવી રહ્યું છે. આજે અમે જે ભ્રષ્ટાચારનો ભાંડો ફોડી રહ્યાં છીએ તે જાણીને ભલભલા લોકોની આંખો પહોળી થઈ જશે.જે મિલકત પર બોજો હોય- ટાંચમાં હોય તે યથાસ્થિતિ રાખવાની હોય છે, પણ ઉમિયા સિરામિક ખરીદવામાં બધું ભીનું સંકેલાઈ ગયું!ઉમિયા સિરામિકનાં વેચાણનાં દસ્તાવેજી પુરાવા બનાવની વિગત એવી છે કે, મોરબીની કંપની ઉમિયા સિરામિક પાસેથી વેટ- જી.એસ.ટી. વિભાગનાં લગભગ 65 કરોડ રૂપિયા લ્હેણાં હોવા છતાં અને કંપની પર બોજો દાખલ થયો (એક પ્રકારે મિલકત ટાંચમાં લેવી) હોવા છતાં આ કંપની મેક્સન ગ્રુપે ખરીદી લીધી છે. આ ઉમિયા સિરામિક પર 2015માં બોજો દાખલ થયો હતો અને તેનાં ડિરેકટરોએ 2017માં આ મિલકત વઢવાણનાં ધારાસભ્ય ધનજીભાઈ આણંદજી પટેલ (મકાસણા) અને તેમનાં પુત્ર કલ્પેશ ધનજી પટેલ (મકાસણા)ને વેંચી દીધી હતી. વાસ્તવિકતા એ છે કે, જે મિલકત પર બોજો હોય- ટાંચમાં હોય તે યથાસ્થિતિ રાખવાની હોય છે. તેનું વેંચાણ તો કોઈ સંજોગોમાં ન થઈ શકે. સરકારી લેણું ભરપાઈ કર્યા પછી જ તેનું વેંચાણ થઈ શકે છે.સવાલ એ છે કે, શું રાજકોટ GST વિભાગનાં અધિકારીઓ ઊંઘમાં છે? શું તેમને આ વાતની જાણ નથી? વેટનાં કાયદામાં આવા કિસ્સાઓમાં અધિકારીઓને વિશાળ સત્તા અપાઈ છે. આવા કિસ્સાઓમાં જવાબદાર ઉદ્યોગકારો સામે ‘પાસા’ હેઠળ કામગીરી પણ કરી શકાય છે. પરંતુ દુર્ભાગ્યે આવું કશું જ થયું નથી. નાનાં વેપારીઓ પાસેથી સાવ ક્ષુલ્લક લેણું હોય તો પણ તેમની માથે ચડી જતાં GST અધિકારીઓ આવા મગરમચ્છો સામે કેમ પૂંછડી પટપટાવે છે? સમજાવવાની જરૂર ખરી?રિકવરી સેલનાં કે. ડી. શુક્લ ડેલે હાથ દઈ ગયા!
ઉમિયા-મેક્સન ગ્રુપનો આ સોદો GST વિભાગમાં પણ ચર્ચાનો વિષય છે. આખો સ્ટાફ જાણે છે કે, આ બાબતમાં મોટા પાયે કશુંક રંધાઈ ગયું છે. આવા જ પેન્ડિંગ કેસની જાંચ માટે તારીખ 16-06-21નાં દિવસે રિકવરી સેલનાં જોઈન્ટ કમિશનર કે. ડી. શુક્લ આવ્યા હતા અને તેમણે આ અંગે કેમ્પનું આયોજન પણ કર્યું હતું. સવાલ એ છે કે, તેમણે આ મામલો હાથ પર શા માટે ન લીધો? શું તેઓ માત્ર દેખાડા પૂરતા અહીંયા આવ્યા હતા ?
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ GST વિભાગમાં કેટલી હદે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તે અંગે છેલ્લાં ત્રણ-ચાર દિવસથી ‘ખાસ-ખબર’ ઝૂંબેશ ચલાવી રહ્યું છે. આજે અમે જે ભ્રષ્ટાચારનો ભાંડો ફોડી રહ્યાં છીએ તે જાણીને ભલભલા લોકોની આંખો પહોળી થઈ જશે.

- Advertisement -
જે મિલકત પર બોજો હોય- ટાંચમાં હોય તે યથાસ્થિતિ રાખવાની હોય છે, પણ ઉમિયા સિરામિક ખરીદવામાં બધું ભીનું સંકેલાઈ ગયું!
ઉમિયા સિરામિકનાં વેચાણનાં દસ્તાવેજી પુરાવા

બનાવની વિગત એવી છે કે, મોરબીની કંપની ઉમિયા સિરામિક પાસેથી વેટ- જી.એસ.ટી. વિભાગનાં લગભગ 65 કરોડ રૂપિયા લ્હેણાં હોવા છતાં અને કંપની પર બોજો દાખલ થયો (એક પ્રકારે મિલકત ટાંચમાં લેવી) હોવા છતાં આ કંપની મેક્સન ગ્રુપે ખરીદી લીધી છે. આ ઉમિયા સિરામિક પર 2015માં બોજો દાખલ થયો હતો અને તેનાં ડિરેકટરોએ 2017માં આ મિલકત વઢવાણનાં ધારાસભ્ય ધનજીભાઈ આણંદજી પટેલ (મકાસણા) અને તેમનાં પુત્ર કલ્પેશ ધનજી પટેલ (મકાસણા)ને વેંચી દીધી હતી. વાસ્તવિકતા એ છે કે, જે મિલકત પર બોજો હોય- ટાંચમાં હોય તે યથાસ્થિતિ રાખવાની હોય છે. તેનું વેંચાણ તો કોઈ સંજોગોમાં ન થઈ શકે. સરકારી લેણું ભરપાઈ કર્યા પછી જ તેનું વેંચાણ થઈ શકે છે.
સવાલ એ છે કે, શું રાજકોટ GST વિભાગનાં અધિકારીઓ ઊંઘમાં છે? શું તેમને આ વાતની જાણ નથી? વેટનાં કાયદામાં આવા કિસ્સાઓમાં અધિકારીઓને વિશાળ સત્તા અપાઈ છે. આવા કિસ્સાઓમાં જવાબદાર ઉદ્યોગકારો સામે ‘પાસા’ હેઠળ કામગીરી પણ કરી શકાય છે. પરંતુ દુર્ભાગ્યે આવું કશું જ થયું નથી. નાનાં વેપારીઓ પાસેથી સાવ ક્ષુલ્લક લેણું હોય તો પણ તેમની માથે ચડી જતાં GST અધિકારીઓ આવા મગરમચ્છો સામે કેમ પૂંછડી પટપટાવે છે? સમજાવવાની જરૂર ખરી?

રિકવરી સેલનાં કે. ડી. શુક્લ ડેલે હાથ દઈ ગયા!