ગણપતિ મહોત્સવનુ બોલીવૂડમાં આગવુ મહત્વ છે.કારણકે સંખ્યાબંધ બોલીવૂડ સ્ટાર્સ પોતાના ઘરે ગણપતિબાપાની સ્થાપના કરતા હોય છે.
હવે તેમાં બોલીવૂડના સ્ટાર કપલ કરિના કપૂર અને સૈફ અલી ખાનનો પણ ઉમેરો થયો છે.કરીનાએ પોતાના ઘરે ગણપતિબાપાની પૂજાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.જેમાં સૈફ અલી ખાન અને તૈમુર ગણપતિબાપાની પૂજા કરતા જોઈ શકાય છે.
- Advertisement -

કરીના પણ સાથે સાથે ઉભેલી નજરે પડે છે.આ સિવાય કરીનાએ અન્ય એક તસવીર પણ શેર કરી છે અને તેમાં તૈમૂરે ગણપતિ બાપાની માટીમાંથી બનાવેલી મૂર્તિ પણ જોઈ શકાય છે.કરીનાએ સાથે લખ્યુ છે કે, મારી જીવનના સૌથી પ્રેમાળ વ્યક્તિઓ સાથે હું ગણપતી ચોથ સેલિબ્રેટ કરી રહી છું. તૈમૂરે બનાવેલા ગણપતિબાપા બહુ ક્યુટ છે.

- Advertisement -
જોકે આ તસવીરોમાં કરીનાનો બીજો પુત્ર જહાંગીર નથી દેખાઈ રહ્યો અને ચાહકો કરીનાને તેની એક ઝલક બતાવવા માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી રહ્યા છે.



