BSNLએ ગયા મહિને કેટલાક પ્લાન્સને અપડેટ કર્યા હતા. પ્લાન્સની વેલિડિટી ઓછી કરીને કંપનીએ ઘણી ઑફર્સ આપી હતી. હવે BSNLએ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. તે પોતાના નાના પ્લાનને બંધ કરી રહી છે.
BSNLએ પોતાના 99 રૂપિયાવાળા પોસ્ટપેડ પ્લાન બંધ કર્યા અને જેમણે આ પ્લાન પસંદ કર્યો હતો, તેમને 199 રૂપિયાવાળા પ્લાનમાં માઈગ્રેટ કરી દીધો છે.
- Advertisement -
BSNLએ SMS કરી આપી જાણકારી
BSNLએ આ પ્લાન બંધ કર્યો અને SMS મારફતે યુઝર્સને તેના વિશે સૂચિત કર્યા. મેસેજમાં કહેવામાં આવ્યું છે કે 99 રૂપિયાવાળો પ્લાન બંધ થવા જઈ રહ્યો છે. સાથે જ તેમણે 199 રૂપિયાવાળા પ્લાન વિશે પણ જાણકારી આપી.
જણાવી દઈએ કે, 99 રૂપિયાવાળા પ્લાનમાં યુઝર્સને 25GB ડાટા, અનલિમિટેડ કૉલિંગ અને રોજ 100 એસએમએસની સુવિધા મળે છે. જે યુઝર્સે આ પ્લાનને પસંદ કર્યો હતો, તે વેલિડિટી ખતમ થવા સુધી તેનો ઉપયોગ કરી શકે છે.
- Advertisement -
BSNLનો 199 રૂપિયાવાળો પોસ્ટપેડ પ્લાન
199 રૂપિયાવાળા પ્લાન સાથે અનલિમિટેડ વૉઈસ કૉલિંગ, 25GB ડાટા, પ્રતિદિન 100SMSનો લાભ મળશે. 1 સપ્ટેમ્બરે આ પ્લાન બંધ થઈ ચૂક્યો છે અને જેમના 99 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી ખતમ થઈ ગઈ છે, તેમને 199 રૂપિયાવાળા પ્લાનમાં માઈગ્રેટ કરી દેવામાં આવ્યો છે.
આ પ્લાનની વેલિટિડી પણ ઓછી
BSNLએ એન્ટ્રી લેવલ પ્લાનની વેલિડિટી પણ ઓછી કરી દીધી છે. 49 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 28 દિવસની હતી, તેને 24 દિવસની કરી દેવામાં આવી છે. 75 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 60 દિવસની હતી, તેને 50 દિવસની કરી દેવામાં આવી છે. 94 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 90 દિવસની કરી હતી, તેને 75 દિવસની કરી દેવામાં આવી છે.