ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત સરકાર દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત અરજદારો- ફરિયાદીને તેમનો મુદ્દામાલ સમયસર પરત મળી જાય તે માટે કાર્યવાહી કરવા અભિયાન ચલાવવામાં આવ્યું છે, જેના ભાગરૂપે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયા તથા નાયબ પોલીસ કમિશનર (ક્રાઈમ) ડો. પાર્થરાજસિંહ ગોહિલ તથા મદદનીશ પોલીસ કમિશનર સી. એમ. પટેલનાઓ દ્વારા અરજદાર-ફરિયાદીના સાયબર ફ્રોડમાં ગયેલા નાણા પરત અપાવવા સૂચના અને માર્ગદર્શન આપેલું હોય જે અન્વયે રાજકોટ શહેર, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર જે. એમ. કૈલા તથા એમ. એ. જણકાત તથા આર. જી. પઢીયાર તથા બી. બી. જાડેજા તથા એસ. ડી. ગીલવાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે રજિસ્ટર્ડ થયેલા ગુન્હાઓના કામે તથા હેલ્પ લાઈન નં. 1930 પરથી આવતી અરજી તપાસના કામે સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોના નાણા કોર્ટ કાર્યવાહી દ્વારા પરત અપાવવાની કામગીરી કરેલી છે. જે અંતર્ગત માહે 05-2025ના માસમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ફ્રોડના ભોગ બનનાર ફરિયાદી-અરજદારોને કુલ રૂા. 81,63,831ની રકમ પરત અપાવી હતી.