ભીષણ દુષ્કાળને ધ્યાનમાં લઇને કુરબાની નહીં કરવાનો આદેશ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.03
પોલીસ લોકોને ઘરમાં ઘૂસીને બકરીઓ જપ્ત કરી રહી છે. આફ્રીકી દેશ મોરક્કોએ ઇદ અલ અજહા એટલે કે બકરીદ પર કુરબાની આપવા પર પ્રતિબંધ મુકયો છે.પ્રાપ્ત માહિતી અનુસાર રાજા મોહમ્મદ બીજાએ દેશમાં પડેલા ભીષણ દુષ્કાળને ધ્યાનમાં લઇને બકરિદની કુરબાની નહી કરવાનો નિર્ણય લીધો છે જેમાં કોઇ પણ નાગરિકને આમ નહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.મોરક્કોની 99 ટકા આબાદી ઇસ્લામ ધર્મ પાળે છે. મુસ્લિમોમાં બકરિદનું ખૂબજ મહત્વ છે.
- Advertisement -
આથી મોરક્કોના લોકોમાં આ ફરમાન સામે ગુસ્સો જોવા મળી રહયો છે. આ ધાર્મિક પરંપરા અને પ્રવૃતિનો નિર્ણય સરકાર કે રાજા લઇ શકે નહી એ મુદ્વે લોકોમાં ગુસ્સો જોવા મળે છે. લોકો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા છે.મોરક્કોના રાજાના શાહી ફરમાન પછી વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં લઇને અનેક શહેરોમાં સુરક્ષાદળો ગોઠવી દેવામાં આવ્યા છે. અનેક લોકોએ ધાર્મિક રિત રિવાજોમાં સરકારની ડખલ સહન કરવા તૈયાર નથી.કેટલાક લોકો દેશની આર્થિક અને સ્વાસ્થ્યની સ્થિતિને ધ્યાનમાં લઇને નિર્ણયનો બચાવ કર્યો છે. મોરક્કો સોશિયલ મીડિયામાં અનેક વીડિયો વાયરલ થઇ રહયા છે. પોલીસ લોકોને ઘરમાં ઘૂસીને બકરીઓ જપ્ત કરી રહી છે. સરકાર વિરોધીઓ માની રહયા છે કે મોંઘવારી અને નાગરિકોની કાળજી રાખવામાં નિષ્ફળ ગયેલું શાસન મુદ્વા પરથી ધ્યાન હટાવવા માટે આ કદમ ઉઠાવી રહયું છે.