મનપાએ મંદિરના ટ્રસ્ટીઓને જાણ કર્યા વગર કામ કર્યું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
જૂનાગઢ સુખનાથ ચોક ખાતે આવેલ શ્રી ઝુલેલાલ મંદીરના હાસાનંદ મુલચંદાણી ટ્રસ્ટી તરીકે ફરજ બજાવે છે. અને મંદીરમાં સેવા પુજા કરીએ છીએ. આ વિસ્તારમાં હાલ રોડનુ કામ ચાલુ છે ત્યારે મંદીરથી નિચેના રોડ તરફ, ચાર રસ્તા સુધી રોડનું કામ પુર્ણ કરેલ છે અને હવે ત્યાથી આગળના રોડની કામગીરી ચાલુ છે ત્યારે ગત રોજ વહેલી સવારે અમો પુજા પાઠ કરવા આવતા માલુમ પડેલ કે મંદીરની જ્ગ્યામાં આવેલ મનપાના જે.સી.બી અને સાધન સામગ્રી દ્વારા ઓટો તોડી ત્યા ખોદકામ કરવામા આવી રહ્યુ હતું.
- Advertisement -
આ કામ સંપુર્ણ રીતે વિસ્તારના કોર્પોરેટર હસમુખ મકવાણા, કોન્ટ્રાકટર તેમજ તે વિસ્તારના એસ.આઇ.ની હાજરીમાં ચાલી રહ્યુ હતુ જેમાં અમોએ વિરોધ કરતા અમારી સાથે ગેરવર્તન કરવા લાગેલ અને ત્યારબાદ આ અંગે પોલીસ પ્રસાસન, સમાજના આગેવાનો, ભાજપ શહેર પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, દંડક કલ્પેશભાઇ અજવાણી વિહિપ મંત્રી જયેશ ખેસવાણી, સહમંત્રી વિપુલભાઇ રાવત, સિંધી યુવા સેનાના આગેવાનો વિનોદભાઇ ચાંદલાણી અને ટીમ, સ્થાનિક વેપારીઓ તેમજ આગેવાનો સ્થળ ઉપર આવતા મનપા કમિશ્નર તેમજ દબાણ શાખાના અધિકારીને વાત કરતા જણાવેલ કે કોર્પોરેશન તરફથી કોઇ સુચના કે લેખીતમાં ઓર્ડર આપવામાં આવેલ નથી એવુ જણાવેલ ત્યારે મહત્વની વાત એ છે કે એક દિવસ અગાઉ આ વિસ્તારમાં રોડ પણ બની ગયેલ હોય તો પાછળથી કોર્પોરેશનના અધિકારી એસ.આઇ. કોઇ પણ પ્રકારનુ લેખીતમાં ઓર્ડર વગર સરકારી સાધનો ઉપયોગ કરી અને અમો ટ્રસ્ટીને જાણ કર્યા વગર મંદીરની જ્ગ્યામી મિલ્કતને નુક્સાન કરેલ છે. ત્યારે માહોલ વધુ વકરતા ભાજપ શહેર પ્રમુખ અન્ય હોદેદારો તેમજ વિશ્વ હિન્દુ પરીષના મંત્રીની હાજરીમાં તે વિસ્તારના કોર્પોરેટર હસમુખ મકવાણા, કોન્ટ્રાકટર તેમજ તે વિસ્તારના એસ.આઇ એ બાહેંધરી આપેલ કે ફરીથી તે જ્ગયા પર ઓટો બનાવી અને જે કંઇ પણ નુકસાન થયેલ છે તે એક થી બે દિવસમાં સમારકામ કરાવી આપશે અને આ વાતનું હાલ પુરતુ સુખદ સમાધાન આવેલ છે જો અમારી નુકસાનની ભરપાઇ કરી આપવામાં નહી આવશે તો અમો કાયદેસરની કાર્યવાહી માટે આગળ વધશુ.