માર્કો રુબિયોએ કહ્યું કે અમેરિકા ચીની વિદ્યાર્થીઓના વિઝા રદ કરશે, જ્યારે ટ્રમ્પ હાર્વર્ડ પર નિશાન સાધે છે, વિદેશી નોંધણી પર 15% મર્યાદા લાદવાની હાકલ કરે છે અને કેટલાક વિદ્યાર્થીઓને “મુશ્કેલી ઉભી કરનારા” તરીકે ઓળખાવે છે.
અમેરિકાએ ચીની છાત્રોના વીઝા રદ કરવાનો નિર્ણય લેતા બન્ને દેશો વચ્ચે તનાવ વધી શકે છે. ટ્રમ્પ પ્રશાસનનું ચીન પ્રત્યે આક્રમક વલણ જોવા મળી રહ્યું છે.
- Advertisement -
અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ ચીની છાત્રોના વીઝા રદ કરવા શરૂ કર્યાની જાહેરાત કરી છે. રૂબિયોએ જણાવ્યું છે કે અમેરિકા ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે સંબંધ રાખનાર અને મહત્વના ક્ષેત્રોમાં અધ્યયન કરતા છાત્રોના વીઝા રદ કરવાનું શરૂ કરશે. આ નિર્ણય અમેરિકી વિદેશ વિભાગ તરફથી છાત્ર અને એકસચેન્જ વિઝિટર વીઝા આવેદકો માટે નવી નિયુકિતઓને રોકયા બાદ થયો છે. વોશિંગ્ટન સ્થિત ચીની દૂતાવાસે અમેરિકાના આ નિર્ણય પર કોઈ પ્રતિક્રિયા નથી આપી. માર્કો રૂબિયોએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમનો વિભાગ ચીન અને હોંગકોંગથી આવતા બધા ભવિષ્યના વીઝા આવેદનોની તપાસને વધારવા માટે વીઝા માપદંડોને પણ સંશોધિત કરશે. ટ્રમ્પ પ્રશાસને વિદેશી છાત્રોની સોશિયલ મીડિયા તપાસને પણ વધારી છે. ટ્રમ્પ પ્રશાસને પોતાની ઈમિગ્રેશન નીતિ અંતર્ગત નિર્વાસન (દેશ નિકાલ) વધારવ અને છાત્ર વીઝા રદ કરવા પર જોર આપ્યું છે.
ચીની છાત્રોને થશે સીધી અસર
ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ટરનેશનલ એજયુકેશનના અનુસાર વર્ષ 2023-24માં અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવનારા આંતરરાષ્ટ્રીય છાત્રોની બીજી સૌથી મોટી સંખ્યા ચીનની હતી. ચીનના 277,389 છાત્રો અમેરિકામાં છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જયારે વ્યાપાર અને તાઈવાન મુદ્દે અમેરિકા અને ચીન વચ્ચે તનાવપૂર્ણ સંબંધો છે. આ નિર્ણય બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં વધુ કડવાશ લાવી શકે છે.
વ્યાપક સંદર્ભ: યુએસ-ચીન શિક્ષણ તણાવ
- Advertisement -
ચીની વિદ્યાર્થી વિઝા રદ કરવાથી વોશિંગ્ટન અને બેઇજિંગ વચ્ચે વધતા ઘર્ષણમાં વધારો થાય છે. અમેરિકામાં એન્જિનિયરિંગ, એઆઈ અને બાયોટેકનો અભ્યાસ કરતા ચીની વિદ્યાર્થીઓ લાંબા સમયથી અમેરિકન અધિકારીઓ માટે રાષ્ટ્રીય સુરક્ષા ચિંતાનો વિષય રહ્યા છે, ખાસ કરીને બૌદ્ધિક સંપદા ચોરી અને જાસૂસીના આરોપો વચ્ચે.
ટ્રમ્પની પાછલી નીતિઓ હેઠળ, કેટલાક ચીની સ્નાતક વિદ્યાર્થીઓ અને સંશોધકો પહેલાથી જ વિઝા પ્રતિબંધોનો સામનો કરી રહ્યા હતા. હાલના વધારાથી હજારો વિદ્યાર્થીઓ પ્રભાવિત થઈ શકે છે જેઓ હાલમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં નોંધાયેલા છે અથવા અભ્યાસ કરવાની યોજના બનાવી રહ્યા છે.




