આજના યુગમાં, આપણે બધા સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છીએ પરંતુ તે તમામ એપમાંથી આપણે વોટ્સએપનો સૌથી વધુ ઉપયોગ કરીએ છીએ અને તેમાં કોઈ બેમત નથી. WhatsApp માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી અને લોકપ્રિય મેસેજિંગ એપ છે. વોટ્સએપની માલિકીની કંપની ફેસબુક છેલ્લા કેટલાક સમયથી એપમાં ઘણા ફેરફાર કરી રહી છે.
વોટ્સએપ અપડેટ્સ
- Advertisement -
કેટલાક સમયથી, વોટ્સએપ સમયાંતરે નવા અપડેટ્સ બહાર પાડતું રહ્યું છે, જેના કારણે યુઝર્સને એપ્લિકેશન પર ઘણા બધા ફેરફારો દેખાઈ રહ્યા છે. તેના અપડેટ્સ દ્વારા, WhatsApp યુઝર્સને સરળ અને આરામદાયક અનુભવ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે.
નવી સુવિધાઓ છે
આઇઓએસ અને એન્ડ્રોઇડ બંને ઓપરેટિંગ સિસ્ટમ્સના યુઝર્સ WhatsAppનો ઉપયોગ કરે છે અને તેથી સ્વાભાવિક છે કે આ અપડેટ્સ બંને માટે જારી કરવામાં આવી રહ્યા છે. WABetaInfo નામની વેબસાઈટે વોટ્સએપમાં આવેલા તમામ ફેરફારોની યાદી બહાર પાડી છે અને તેમાંથી ઘણા ફીચર્સની ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ અને વોટ્સએપના સીઈઓ વિલ કેથકાર્ટે પુષ્ટિ કરી છે. ચાલો જોઈએ WhatsAppમાં કયા નવા ફીચર્સ આવ્યા છે.
- Advertisement -
ચેટ બબલની ડિઝાઇનમાં ફેરફાર:
સમાચાર અનુસાર, વોટ્સએપ તેના ચેટ બબલ્સની ડિઝાઇન બદલી રહ્યું છે. હવે વોટ્સએપ પર ચેટ બબલ્સ મોટા, ગોળાકાર અને લીલા રંગના હશે. ઉપરાંત, તેમાં લાઇટ અને ડાર્ક મોડની સુવિધા પણ ઉપલબ્ધ હશે. આ ફીચરને હાલમાં એન્ડ્રોઇડ યુઝર્સ માટે ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે.
વૉઇસ મેસેજને નવું ઇન્ટરફેસ મળશે:
વોટ્સએપના વપરાશકર્તાઓ વોઇસ મેસેજમાં થતા ફેરફારોની લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા. નવા ઇન્ટરફેસને લીધે યુઝર્સ હવે વૉઇસ મેસેજ મોકલતા પહેલા તેને સાંભળી અને ડીલીટ પણ કરી શકશે.
કોન્ટેક્ટ કાર્ડ દેખાશે અલગ:
નવા અપડેટમાં, WhatsApp પરના તમામ કોન્ટેક્ટ્સની માહિતી માટે વપરાતું ઇન્ફો બટન હવે કોન્ટેક્ટના નામની બાજુમાં શિફ્ટ થઇ જશે અને પ્રોફાઇલ ફોટો હવે ચોરસ બોક્સમાં દેખાશે નહીં.
મેસેજ રિએક્શન્સ:
ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ, યુઝર્સ હવે વોટ્સએપ પર મેસેજને લોન્ગ પ્રેસ કરી શકશે અને તેના પર ઇમોજી સાથે રિએક્શન પણ આપી શકશે. મેસેજની નીચે ઇમોજીની લિસ્ટ દેખાશે. જો તમારી અથવા અન્ય વ્યક્તિની એપ અપડેટ કરવામાં આવી નથી, તો વોટ્સએપ તમને અપડેટની જાણ કરશે કારણ કે જો તમે મેસેજ રિએક્શન ફીચરનો ઉપયોગ કરવા અથવા જોવા માંગતા હો, તો એપને અપડેટ કરવી જરૂરી છે.
નવા ફોટો એડિટિંગ ટૂલ્સ:
‘ડ્રોઇંગ ટૂલ્સ’ નામનું નવું અપડેટ જોવા મળશે જે ફોટોસ એડિટ કરવામાં મદદ કરશે. તમે આ એડિટેડ ફોટોસ પર સ્ટીકરો પણ એડ કરી શકશો.
નવું પેમેન્ટ શોર્ટકટ:
આ અપડેટ ખાસ એન્ડ્રોઈડ યુઝર્સ માટે હોઈ શકે છે. આમાં વોટ્સએપના પેમેન્ટ ઓપ્શનનો શોર્ટકટ ચેટ બારમાં પણ જોવા મળશે. આ શોર્ટકટ એક વધારાની સુવિધા હશે અને હાલમાં પેમેન્ટ ઑપ્શન નહિ બદલવામાં આવે.
વોટ્સએપના અપડેટમાં આવા ઘણા ફીચર્સ છે, જેની યુઝર્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. જ્યારે આમાંના ઘણા અપડેટ્સ બહાર પાડવામાં આવ્યા છે, કેટલાક એવા છે જે હાલમાં પરીક્ષણના તબક્કામાં છે. હવે જોવાનું એ રહે છે કે વોટ્સએપ તેમને યૂઝર્સ માટે ક્યારે રિલીઝ કરે છે અને તે આ સિવાય કશું નવું લઈને આવે છે કે નહિ.