નાગરિકોના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે જિલ્લા કક્ષાએ ’જિલ્લા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” યોજવામાં આવે છે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયની અધ્યક્ષતામાં ઈણાજ ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમિયાન નાગરિકોએ વિવિધ પ્રકારના પ્રશ્નો અને અરજીઓ રજૂ કરી હતી. રજૂ થયેલા પ્રશ્નોમાં માઢવાડ ગામે પ્રાથમિક શાળામાં શેડના બીલની ચૂકવણી બાબતે, આંબળાશથી તાલાલા રોડ નવો બનાવી આપવા બાબત, પાકના ટેકાના ભાવે થયેલી ખરીદીની રકમ જમા ન થવા બાબત, સરકારી પ્લોટ ફાળવણી અંગેના રેકોર્ડ અંગે, વાંસોજ ગામે અવર-જવર રસ્તો ખૂલ્લો કરવા બાબતે, રાતીધાર ગામે ગૌચર દબાણ દૂર કરવા બાબત, રોડ અને ગટરની સુવિધા સહિતના પ્રશ્નોનો સમાવેશ થાય છે.
ગીર સોમનાથ કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

Follow US
Find US on Social Medias