ધો.10-12ની પરીક્ષામાં 1થી 3 ક્રમે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનું સન્માન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
- Advertisement -
ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા રાજ્યના સફાઈ કામદારો અને તેમના આશ્રિત બાળકોમાં એક થી ત્રણ ક્રમે ધોરણ 10 અને 12ની વર્ષ 2025ની લેવાયેલ બોર્ડની પરીક્ષામાં ઉતીર્ણ થયેલા બાળકોને ઇનામ અને પ્રશસ્તિ પત્રથી પ્રોત્સાહિત કરવાની યોજના કાર્યરત છે.
આ યોજના હેઠળ ધોરણ 10માં ઉતીર્ણ થયેલ પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીને રૂ. 41,0000, બીજા ક્રમે રૂ. 21,0000, ત્રીજા ક્રમે રૂ. 11,000 અને ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહ – સામાન્ય પ્રવાહમાં ઉતીર્ણ થયેલ પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીને રૂ. 31,000 બીજા ક્રમે રૂ. 21,000 ત્રીજા ક્રમે રૂ. 11,000નું ઇનામ આપવામાં આવશે. આ યોજનામાં વાર્ષિક આવક મર્યાદાનું કોઈ ધોરણ રાખવામાં આવેલ નથી. આ યોજના હેઠળ સફાઈ કામદારના આશ્રિત હોવા અંગેનો અધિકૃત અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. અરજી ફોર્મ નિગમની વેબસાઈટ વિિંાંત://યતફળફષસફહુફક્ષ.લીષફફિિ.ંલજ્ઞદ.શક્ષ પર તા.30/6/2025 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે.



