સરકારી જમીનમાં ચાલતા સફેદ માટીના ખનન પર મામલતદારનો દરોડો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
- Advertisement -
મૂળી પંથકમાં ચાલતા સફેદ માટીના કાળા કારોબાર પર મામલતદારનો ટીમે દરોડો કર્યો છે જેમાં મૂળીના સરલાથી દુધઈ ગામ તરફ જવાના રસ્તે સરકારી જમીન પર સફેદ માટીનું ખનન થતું હોવાની જાણ પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણાને થતા તેઓ દ્વારા મુળી મામલતદારને જાણ કરતા મામલતદાર સહિતની ટીમ સફેદ માટીનું ખનન થયા સ્થળ પર પહોંચી દરોડો કર્યો હતો જે દરોડા દરમિયાન સફેદ માટીનું ખનન કરતા એક હિટાચી મશીન તથા એક ડમ્ફર સહિત કુલ 70 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.