સિરામિક કારખાના પાછળ સરકારી જમીનમાં શેડમાં નકલી ઘીની ફેક્ટરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.13
- Advertisement -
રાજ્યમાં ખાદ્યપાદર્થની નકલી ચીજવસ્તુઓ ભટકડી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ઇસમો પર આરોગ્ય વિભાગની તવાઈ હવે જરૂરી બની છે. આ પ્રકારે નકલી ખાધ પદાર્થ બનાવીને વેચાણ કરતી અનેક ફેક્ટરી ધમધોકાર ચાલી રહી છે અને પોતે વધુ નફા લેવાની આશાએ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા પણ કરી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જે પ્રકારે ડિસ્કો તેલ બેરોકટોક વેચાણ થઈ રહ્યું છે તેની માફક હવે નકલી ઘીની પણ બોલબાલા વધુ રહી છે. થાનગઢ – ચોટીલા રોડ પર સિરામિક ઉધોગના કારખાનાની આડમાં ચાલતા નકલી ઘીના કારોબાર પણ એટલી જ ફુલ્યો ફળ્યો છે. થાનગઢથી ચોટીલા હાઇવે પરાગ જતા સિમરામિક ઉધોગની પાછળ આવેલી સરકારી પડતર જમીન પર શેડ ઊભો કરી નકલી ઘી બનાવવાની આખોય ફેક્ટરી જ ઊભી કરી દેવાઈ છે જેથી ઘી તો નકલી છે જ સાથે જ ઘી બનાવતી ફેક્ટરી પણ ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું છે. કહેવાય છે કે આ નકલી ઘી બનાવતા ફેક્ટરી મુખ્ય સંચાલક થોડા વર્ષ પૂર્વે ફ્રુટનો વેપાર કરતા હતા અને હવે નકલી ઘી બનાવી બજારમાં વેચાણ કરે છે. અહીં જે બ્રાન્ડ જોઈએ તે બ્રાન્ડના નકલી ઘીના ડબ્બા વેપારીઓના ઓર્ડર મુજબ બનાવી આપે છે અને આ નકલી ઘી સુરેન્દ્રનગર જિલ્લા સહજત આજુબાજુના જિલ્લામાં પણ મોટા પ્રમાણમાં માઇકલ છે સામાન્ય રીતે બજારમાં વેચાણ થતા ઘી કરતા આ નકલી ઘીમાં વધુ નફો હોવાના લીધે બ્રાન્ડેડ કંપનીના નામે ગ્રાહકોને વેચાણ કરે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના આરોગ્ય વિભાગ હજુય કુંભકર્ણ નિંદ્રામાં સૂતી છે અને આ તરફ નકલી ઘીનો કારોબાર ધમધમી રહ્યો છે. ત્યારે આ નકલી ઘી બનાવતો સંચાલક આગાઉ ચિતની સમયે રાજકીય પાર્ટીને ફંડ પણ આપતું હોવાના લીધે તેને પ્રોટેક્શન પૂરું પાડતા હવે ખુલ્લેઆમ નકલી ઘીનો કારોબાર ચલાવી રહ્યો છે પરંતુ આ નકલી ઘી લોકોના સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક છે તેની જાણ હોવા છતાં આરોગ્ય તંત્ર આ નકલી ઘીની ફેક્ટરી અજાણ છે અથવા તો અજાણ હોવાનું નાટક કરી રહ્યું છે ! ત્યારે નકલી ઘીનો કારોબાર ચાલતી ફેક્ટરી પર કાર્યવાહી થશે કે પછી રાજકીય ઓથ હેઠળ સરકારી જમીન પર ઉભી કરેલી ફેક્ટરીમાં બનતી નકલી ઘી લોકોના સ્વાસ્થ્ય સાથે આ પ્રકારે જ ચેડા થતા રહેશે ? તે કહેવું મુશ્ર્કેલ છે.