ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ત્રણ જ દિવસમાં પાકિસ્તાનનાં મોતિયા મરી ગયાં
- Advertisement -
રાતોરાત અમેરિકા, સાઉદી, તૂર્કીયેએ મધ્યસ્થી કરવી પડી તે પાછળનું અસલી કારણ બહાર આવ્યું
અમેરિકાથી સ્પેશિયલ ટીમ પાકિસ્તાન પહોંચી: ન્યૂક્લીયર લીકેજનું નિરીક્ષણ કરશે
ભારતના મિસાઈલમારામાં પાકિસ્તાનના નૂરખાન એરબેઝ પર ભારે નુક્સાન થયું હતું. જેમાં તેનું ન્યૂક્લીયર પણ લીક થયું હતું અને આ જ કારણે આખું વિશ્ર્વ ચિંતામાં મૂકાયું હતું અને રાતોરાત અમેરિકા, સાઉદી, તૂર્કીયેએ મધ્યસ્થી કરી તાત્કાલિક અસરથી યુદ્ધવિરામ કરાવવું પડ્યું હતું. ગઈકાલે રવિવારે અમેરિકાની એક સ્પેશ્યલ ટીમ પાકિસ્તાન પહોંચી છે અને આ ટીમ હવે ન્યૂક્લીયર લીકેજનું સંપૂર્ણ નિરીક્ષણ કરશે અને તકેદારીનાં પગલાં લેશે.
વધુ એકાદ ભારતીય મિસાઈલ ખાબક્યું હોત તો પાકિસ્તાનનાં અણુબૉમ્બ પાકિસ્તાનમાં જ ફૂટી જાત અને અડધું પાકિસ્તાન સાફ થઈ જાત
- Advertisement -
22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓના મોતથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો હતો. આ હુમલાના જવાબમાં ભારતે 7 મેના રોજ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાનમાં અનેક આતંકવાદી ઠેકાણાઓ સામે જવાબી કાર્યવાહી શરૂ કરી. આ કાર્યવાહીનો સૌથી મોટો અને સૌથી આઘાતજનક ભાગ 10 મેના રોજ પાકિસ્તાનના નૂર ખાન એરબેઝ પર ભારતનો સચોટ મિસાઇલ હુમલો હતો. જેણે માત્ર પાકિસ્તાનની લશ્કરી શક્તિને જ હચમચાવી નાખી ન હતી પરંતુ તેના પરમાણુ શસ્ત્રોની સુરક્ષા પર પણ પ્રશ્ર્નો ઉભા કર્યા હતા. ત્યારે સૂત્રોનું કહેવું એવું પણ છે કે શું ખરેખર આ એક કારણ હતું કે જેના લીધે પાકિસ્તાન ડરી ગયું અને આ હુમલા પછી 10 મેની સાંજે બંને દેશોએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થીથી યુદ્ધવિરામની જાહેરાત કરી. શું પાકિસ્તાનના આ યુદ્ધવિરામ પાછળ નૂર ખાન એરબેઝના વિનાશ અને પાકિસ્તાનના પરમાણુ કમાન્ડ સેન્ટર પર ઉભેલા ભયની વાત છુપાયેલી છે.?
નૂર ખાન એરબેઝ પહેલા ચકલાલા એરબેઝ તરીકે ઓળખાતું હતું. તે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદથી માત્ર 10 કિલોમીટર દૂર રાવલપિંડીમાં સ્થિત છે.
યુદ્ધવિરામ ન થયો હોત તો પાકિસ્તાનની બરબાદી નિશ્ર્ચિત હતી
દુનિયાને કલ્પના પણ નહોતી કે ભારત છેક ન્યૂક્લીયરના ઠેકાણા સુધી પહોંચી જશે
તે પાકિસ્તાન વાયુસેનાનું એક મુખ્ય લોજિસ્ટિક્સ હબ છે. જે ટઈંઙ મૂવમેન્ટ્સ, રિકોનિસન્સ મિશન અને લાંબા અંતરના મિસાઇલ ઓપરેશન્સ માટે જવાબદાર છે. સૌથી અગત્યનું આ એરબેઝ પાકિસ્તાનના સ્ટ્રેટેજિક પ્લાન્સ ડિવિઝન (જઙઉ) અને નેશનલ કમાન્ડ ઓથોરિટી (ગઈઅ) ના મુખ્યાલયની ખૂબ નજીક છે. જે દેશના લગભગ 170 પરમાણુ શસ્ત્રોની સુરક્ષા અને સંચાલનનું સંચાલન કરે છે.
10 મેની સવારે ભારતે બ્રહ્મોસ, હેમર અને સ્કેલ્પ મિસાઇલોનો ઉપયોગ કરીને નૂર ખાન એરબેઝ પર સચોટ હુમલો કર્યો. એક મીડિયા અહેવાલ મુજબ આ હુમલો એટલો ઘાતક હતો કે પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ તેને ટ્રેક કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ. આ હુમલાથી એરબેઝના મહત્વપૂર્ણ માળખાનો નાશ થયો અને પાકિસ્તાની સેનામાં ભયનો માહોલ છવાઈ ગયો. આ હુમલાથી પાકિસ્તાનને ખ્યાલ આવ્યો કે ભારતની મિસાઇલો તેના સૌથી સંવેદનશીલ લશ્કરી સ્થાપનો સુધી પહોંચી શકે છે.
નૂર ખાન એરબેઝથી થોડા કિલોમીટર દૂર સ્થિત પાકિસ્તાનના પરમાણુ કમાન્ડ સેન્ટર પર આ હુમલો થયો. અન્ય અહેવાલો અનુસાર આ હુમલો ભારત તરફથી એક વ્યૂહાત્મક સંદેશ હતો કે તેની પાસે પાકિસ્તાનના પરમાણુ કમાન્ડને ?‘શિરચ્છેદ’ કરવાની ક્ષમતા છે. એક ભૂતપૂર્વ યુએસ અધિકારીએ જણાવ્યું હતું કે “પાકિસ્તાનની સૌથી મોટી ચિંતા એ હતી કે ભારત તેના પરમાણુ કમાન્ડનો નાશ કરી શકે છે. નૂર ખાન પરનો હુમલો આ દિશામાં પહેલું પગલું હોઈ શકે છે.’
અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જો ભારતની બ્રહ્મોસ મિસાઇલ 1-2 કિલોમીટર વધુ સચોટ રીતે ટાર્ગેટને હિટ કરી હોત તો તે પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રોના ભંડારમાં વિસ્ફોટ અને રેડિયેશનનું કારણ બની શક્યું હોત. જોકે આ દાવાઓની સ્વતંત્ર રીતે ચકાસણી કરવામાં આવી નથી અને ન તો ભારત તરફથી આવી કોઈ પુષ્ટિ મળી છે. તેમ છતાં આ હુમલાથી પાકિસ્તાનના લશ્કરી અને રાજકીય નેતૃત્વમાં ગભરાટ ફેલાયો હતો. કેટલાક અહેવાલો અનુસાર પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ગઈઅ ની તાત્કાલિક બેઠક બોલાવી હતી. જે પરમાણુ શસ્ત્રોના ઉપયોગ અંગે નિર્ણય લેતી સર્વોચ્ચ સંસ્થા છે. જોકે પાકિસ્તાની મંત્રીએ પાછળથી દાવો કર્યો હતો કે આવી કોઈ મુલાકાત થઈ નથી.
નૂર ખાન એરબેઝ પર હુમલાના સમાચારથી અમેરિકામાં પણ ખળભળાટ મચી ગયો. એક અહેવાલ મુજબ એક સમયે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની સરકાર આ વિવાદમાં હસ્તક્ષેપ કરવામાં ખચકાટ અનુભવતા હતા, પરંતુ પરમાણુ યુદ્ધના ડરે તેમને સક્રિય રીતે મધ્યસ્થી કરવા દબાણ કર્યું. આનું સૌથી મોટું કારણ એ હતું કે ભારતને પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રો સુધી સીધી પહોંચ હતી. અહેવાલો અનુસાર શુક્રવારે રાત્રે પાકિસ્તાનના રાવલપિંડીમાં નૂર ખાન એરબેઝ પર થયેલા વિસ્ફોટ બાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ હતી. આ બેઝ માત્ર પાકિસ્તાન વાયુસેના માટે એક મુખ્ય પરિવહન કેન્દ્ર નથી પરંતુ તે સ્ટ્રેટેજિક પ્લાન્સ ડિવિઝનના મુખ્ય મથકની નજીક પણ આવેલું છે. જે તેના પરમાણુ શસ્ત્રોની સુરક્ષા માટે જવાબદાર છે.
હુમલા પછી પાકિસ્તાને પણ તાત્કાલિક અમેરિકાનો સંપર્ક કર્યો હતો. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર અને યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો વચ્ચેની વાતચીતને યુદ્ધવિરામ તરફનું પ્રથમ પગલું માનવામાં આવતું હતું. 10 મેના રોજ સાંજે 5 વાગ્યે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી, જેને બંને દેશોએ સ્વીકારી લીધી.
અસીમ મુનિર પોતાનું ઠેકાણું બદલશે
ભારતીય સેનાના ઓપરેશન દરમિયાન નૂર ખાન એરબેઝ પર મિસાઈલ હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે ત્યાં ન્યૂક્લીયર લીકેજ થતાં પાકિસ્તાનનાં મોતિયા મરી ગયા હતા અને પાકિસ્તાન અમેરિકા, તૂર્કીયે, સાઉદી સહિતનાં દેશો પાસે યુદ્ધવિરામ કરાવવા માટે કરગર્યું હતું. ભારતીય મિસાઈલો છેક પાકિસ્તાનની 500 કિ.મી. અંદર સુધી પહોંચતા હવે પાક.નો સૈન્ય વડો અસીમ મુનિર પોતાનું ઠેકાણું બદલવાનો છે તેવું જાણવા મળી રહ્યું છે.



