એક જ કોમ્પલેક્ષમાં આવી 5 દુકાનોમાં ચોરી થતાં ચકચાર
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.8
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી શહેરમાં છેલ્લા બે દિવસથી ચોરીની ઘટનાઓમાં વધારો નજરે પડે છે જેમાં બે દિવસ પૂર્વે ગાડી દરવાજા પાસે કાપડના વેપારીની દુકાનમાં એક મહિલા ધોળા દિવસે 1.50 લાખ રૂપિયા રોકડની ચોરી કરી ગઈ હતી તો બીજા દિવસે કોમ્પલેક્ષના એક સાથે પાંચ દુકાનોના તાળા તૂટ્યા હતા. પાટડી શહેરના એક જ કોમ્પલેક્ષમાં આવેલી પાંચ દુકાન જેમાં ખુશી મોબાઇલ, જીગ્નેશ એજન્સી, જય મેલડી ફૂટવેર, હરીઓમ કરિયાણા સ્ટોર અને શિવ શક્તિ મોબાઈલ નામની દુકાનોમાંથી રોકડની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે આ તરફ એક સાથે પાંચ દુકાનોના ચોરી થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ આદરી છે જોકે દુકાનોમાં ચોરી કરતા હોવાનો સમગ્ર મામલો સીસીટીવીમાં કેદ થયો હોવાથી ચોર ગેંગ સ્પષ્ટપણે નજરે પડે છે જેને લઇ સ્થાનિક પોલીસ દ્વારા ચોરી કરનાર ચોર ગેંગને શોધખોળ આદરી છે.