ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.3
સોમનાથ મહાદેવની પાવન નિશ્રામાં વૈશાખ સુદ પાંચમના પવિત્ર દિવસે, પૂજ્ય રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી) ના વ્યાસાસને યોજાનાર શ્રીમદ ભાગવત કથા ની પોથીયાત્રાનો ભવ્ય પ્રારંભ સોમનાથ મંદિર ખાતેથી કરવામાં આવ્યો હતો.
આ પાવન પ્રસંગે યજમાન પરિવાર તેમજ ભાવિક ભક્તો ઉપસ્થિત રહી પ્રસંગસાક્ષી બનેલા. પૂજ્ય ભાઈશ્રીનું સન્માન મંદિરના પૂજારી તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર અજયભાઈ દુબે દ્વારા સ્મૃતિ ભેટ આપી કરવામાં આવ્યું હતું.



