લઘુતમ તાપમાન 26.2 અને મહત્તમ 42.4 નોંધાયુ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.3
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. ત્યારે શુક્રવાર લઘુતમ તાપમાન 26.2 અને મહત્તમ 42.4 નોંધાયુ હતુ. આમ લઘુતમ 0.2 અને મહત્તમ તાપમાનમાં 1.1 ડિગ્રીનો ઘટાડો થતા લોકોમાં થોડી રાહત થઇ હતી.
સુરેન્દ્રનગર જિલ્લાં એપ્રિલ મહિનાના દિવસોમાં પણ 44 ડિગ્રીએ તાપમાન પહોંચી ગયુ હતુ. જ્યારે મે માસની શરૂઆતમાં પણ 43 ડિગ્રીથી તાપમાન વધુ રહેતા લોકો આકરા તાપમાનનો સામનો કરી રહ્યા છે. આ ઉપરાંત બપોરના સમયે પણ લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ત્યારે તા. 2-5-2025ને શુક્રવારે સુરેન્દ્રનગર જિલ્લામાં લઘુતમ તાપમાન 26.2 અને મહત્તમ 42.4 નોંધાયુ હતુ. જ્યારે હવાની ગતી 23 કિમી અને ભેજ 25 ટકા નોંધાયો હતો. આમ ગુરૂવારની સરખામણીએ શુક્રવારે લઘુતમ 0.2 અને મહત્તમ તાપમાનમાં 1.1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો.
આમ આજે દિવસે ગરમીમાં લોકોએ થોડીઘણી રાહત થઇ હોવાનો અનુભવ કર્યો હતો. જ્યારે આ દિવસે હવાની ગતિ પણ 9 કિમી વધુ રહી હતી. પરંતુ ભેજમાં કોઇ ફેરફાર જણાયો ન હતો. આમ શુક્રવારે સવારથી સાંજ સુધીમાં લોકોએ 16.2 ડિગ્રી ફેરફાર અનુભવ્યો હતો.જેના કારણે આજે શહેરીજનોએ ગરમીમાંથી થોડી રાહત અનુભવી હતી.



