આજના સમયે આસપાસ કઈ ઘટના ઘટી રહી છે તે જાણવાનો સમય નથી હોતો
લોકશાહીના ચોથા સ્તંભ, મીડિયા દ્વારા સત્યને લોકો સુધી પહોંચાડવામાં ભજવવામાં આવતી મહત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરવા માટે દર વર્ષે 3 મેના રોજ “વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ” ઉજવવામાં આવે છે. આ દિવસ પત્રકારો દ્વારા સામનો કરવામાં આવતા પડકારો અને માહિતી મુક્તપણે વહેતી થાય તે સુનિશ્ચિત કરવા માટે જાગૃતિ ફેલાવે છે. તેમજ તે એવા મીડિયા વ્યાવસાયિકોનું પણ સન્માન કરે છે. જેમણે સત્ય શોધવા માટે પોતાનો જીવ ગુમાવ્યો છે અથવા બધું જોખમમાં મૂક્યું છે.
- Advertisement -
વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ દર વર્ષે 3 મે ના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે સમાજમાં સાચી માહિતી પૂરી પાડવી કેટલી મહત્વપૂર્ણ છે. પત્રકારો અને મીડિયાએ સેતુ છે જે જનતાને સત્ય સાથે જોડે છે. આ દિવસ એ બધા પત્રકારોને સન્માનિત કરવાનો અવસર છે જેઓ સત્યને બહાર લાવવા માટે પ્રામાણિકતા અને નિર્ભયતાથી કામ કરે છે, પછી ભલે તેમને આ માટે ગમે તેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે.
આજ કાલ આપણે એવી દુનિયામાં જીવી રહ્યા છીએ જ્યાં બહાર નીકળીને આસપાસ કઈ ઘટના ઘટી રહી છે તે જાણવાનો સમય નથી હોતો. આવા સંજોગોમાં પ્રેસ અને મીડિયા આપણા માટે એક સંદેશા વાહકનું કામ કરે છે. જે દર રોજ સવારે ચા સાથે આપણને ગરમા ગરમ ખબરો પીરશે છે. આજ ખબરો આપણને ઘરે બેઠા દુનિયા સાથે જોડાયેલા રાખે છે. દુનિયાભરમાં પ્રેસ ખબરો પહોંચાડવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ છે. ચાલો વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ (વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે 2025) વિશે વિગતવાર સમજીએ.
મહત્વ
વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ એ મીડિયાના રક્ષણ અને સમર્થન માટે એક મહત્વપૂર્ણ યાદ અપાવે છે. આ દિવસ પત્રકારો માટે મુક્ત અને સુરક્ષિત રીતે બોલવું શા માટે મહત્વપૂર્ણ છે તે અંગે જાગૃતિ ફેલાવવામાં મદદ કરે છે. તેમજ તે મીડિયા વ્યાવસાયિકોને તેમના કાર્યમાં આવતા પડકારો વિશે વિચારવાની તક પણ આપે છે. આ દિવસ પત્રકારો, સરકારી અધિકારીઓ અને જનતાને સમસ્યાઓ વિશે વાત કરવા અને વ્યાવસાયિકોને સુરક્ષિત રાખવાના રસ્તાઓ શોધવા માટે એકસાથે આવવા પ્રોત્સાહિત કરે છે.
- Advertisement -
થીમ
આ વર્ષે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પત્રકારત્વને કેવી રીતે અસર કરી રહ્યું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરશે. રિપોર્ટિંગ, સામગ્રી બનાવટ અને હકીકત તપાસ જેવા કાર્યોને સરળ અને ઝડપી બનાવીને AI પત્રકારોને મદદ કરી રહ્યું છે. તેમજ તે ઘણી બધી ભાષાઓમાં સામગ્રી બનાવવાનું પણ શક્ય બનાવે છે અને ડેટાને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. જોકે, તેમાં કેટલાક જોખમો પણ સામેલ છે. નકલી સમાચાર ફેલાવવા અને ભ્રામક વિડિઓઝ બનાવવા માટે AIનો ઉપયોગ કરી શકાય છે. બીજી ચિંતા એ છે કે AI મીડિયાના પૈસા કમાવવાની રીત પર નકારાત્મક અસર કરી શકે છે.
વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
પ્રેસને લોકશાહીનો ચોથો સ્તંભ કહેવામાં આવે છે. જો મીડિયા મુક્ત ન હોય તો ખોટી માહિતી ફેલાઈ શકે છે. તેથી 1993 માં સંયુક્ત રાષ્ટ્રએ 3 મે ને વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ તરીકે માન્યતા આપી. આ દિવસ 1991માં કરવામાં આવેલા વિન્ડહોક ઘોષણાની યાદમાં ઉજવવામાં આવે છે. જેમાં આફ્રિકન પત્રકારોએ સ્વતંત્ર પ્રેસની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો.




