અરબી સમુદ્રમાં એન્ટી-શિપ અને એન્ટી-એરક્રાફ્ટ ફાયરિંગની પ્રેક્ટિસ: ગુજરાત નજીક કોસ્ટ ગાર્ડ તહેનાત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
પહેલગામ આતંકવાદી હુમલાને 8 દિવસ વીતી ગયા છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (ગઈંઅ) આ કેસની તપાસ કરી રહી છે. ગઈંઅ ચીફ સદાનંદ દાતે ગુરુવારે બપોરે પહેલગામ પહોંચ્યા. આ પછી તેઓ ઘટનાસ્થળે જશે, જ્યાં આતંકવાદીઓએ 26 પ્રવાસીની હત્યા કરી હતી.
ગુનાનાં સ્થળોને વધુ સારી રીતે સમજવા માટે ગઈંઅ ટીમ વિસ્તારનું 3ઉ મેપિંગ કરશે. આતંકવાદીઓ ક્યાંથી આવ્યા હતા અને તેમણે કયો રસ્તો અપનાવ્યો હતો? આ અંગે માહિતી મેળવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલા પહેલાં આતંકવાદીઓએ ચાર સ્થળની રેકી કરી હતી. બૈસરન ઉપરાંત એમાં અરુ ખીણ, બેતાબ ખીણ અને એમ્યુઝમેન્ટ પાર્કનો સમાવેશ થાય છે. સમાચાર એજન્સી અગઈં અનુસાર, ભારતીય નૌકાદળે યુદ્ધ જહાજોને એલર્ટ રાખ્યાં છે. તાજેતરમાં અરબી સમુદ્રમાં એન્ટી-શિપ અને એન્ટી-એરક્રાફ્ટ ફાયરિંગનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. ગુજરાત નજીક કોસ્ટ ગાર્ડ પણ તહેનાત કરવામાં આવ્યા છે.
બીજી તરફ, પાકિસ્તાને ફરીથી આંતરરાષ્ટ્રીય સરહદ પરની ચોકીઓ પર પોતાના ઝંડા ફરકાવ્યા છે. એક દિવસ પહેલાં પાકિસ્તાને પોસ્ટ પરથી ઝંડા હટાવી લીધા હતા. આ દરમિયાન પાકિસ્તાને અમેરિકા પાસેથી મદદ માગી છે.
વડાપ્રધાન શાહબાઝ શરીફે અમેરિકાને અપીલ કરી છે કે તેઓ ભારત પર જવાબદારીપૂર્વક વર્તવા અને તેનાં નિવેદનો ઘટાડવા માટે દબાણ કરે.
શરીફે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોને એમ પણ કહ્યું હતું કે ભારતનું ઉશ્ર્કેરણીજનક વલણ પ્રાદેશિક પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. રુબિયોએ બુધવારે રાત્રે શાહબાઝ શરીફ અને ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકર સાથે ફોન પર વાત કરી હતી. તેમણે પહેલગામ હુમલાની નિંદા કરી અને કહ્યું હતું કે આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે. સમાચાર એજન્સી અગઈં અનુસાર, ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં અભ્યાસ કર્યો. કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે યુદ્ધ જહાજોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં અરબી સમુદ્રમાં જહાજ વિરોધી અને વિમાન વિરોધી ગોળીબારનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. ગુજરાત નજીક આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ નજીક કોસ્ટ ગાર્ડ તહેનાત કરવામાં આવ્યા છે.