રાજકોટમાં સિટી બસનો ફરી અકસ્માત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં હાલ સિટીબસ અને ડ્રાઇવરની માઠી બેઠી હોય તેવો ઘાટ થવા પામ્યો છે. તાજેતરમાં સિટી બસના ડ્રાઇવરની બેદરકારીના કારણે 4 લોકોના મોત થવા પામ્યા હતા. ત્યારે આજે ઢેબર રોડ પર ફરી એવી જ એક ઘટના બનતા બનતા રહી ગઇ હતી.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં ઢેબર રોડથી બસ સ્ટેન્ડ તરફ જઈ રહેલી સીટી બસે સવારના આશરે 10:30 વાગ્યે વૃદ્ધને ભૂતખાના ચોકમાં અડફેટે લીધા હતા. પરેશભાઈ ભગવાનજીભાઈ આડેસરા ઉંમર વર્ષ 56 તેઓ જ્યારે ઘરેથી બસ સ્ટેન્ડ તરફ જઈ રહ્યા હતા ત્યારે રાજકોટ સીટી બસના ચાલક ડ્રાઇવર હિતુભાઈ વજેસંગ જેમની ઉંમર આશરે 40 વર્ષ છે, તેઓ બસ લઇ અને રાજકોટ બસ સ્ટેન્ડ તરફ જઈ રહ્યા હતા તે સમયે ભૂતખાના ચોકમાં અકસ્માત સર્જાયો હતો. સદનશીબે વૃદ્ધને સામાન્ય હાથ અને માથાના ભાગે ઇજા થયી છે. ત્યારબાદ સમગ્ર મામલો રાજકોટ એ ડિવિઝન પોલીસ ચોકીએ પહોંચ્યો હતો. જેમાં પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.