ડિગ્રી વગર પ્રેક્ટિસ કુુુરતો “તુષાર” આગાઉ પણ જઘૠના ઝપટે ચડ્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.23
સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બોગસ ડોકટરોની રાફડો ફાટ્યો છે તેવામાં અન્ય રાજ્યોમાંથી કોઈપણ પ્રકારની ડિગ્રી વગર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં અશિક્ષિત અને મંજૂર વર્ગ પરિવારોને લૂંટતા બોગસ તબીબો હવે એટલા હદે વણસી ચૂક્યા છે કે અન્ય રાજ્યોમાંથી આવેલા આવા બોગસિયાવ તબીબ ગુજરાતમાં રહીને દાદાગીરી સુધી પહોંચી જાય છે. આ પ્રકારે ધ્રાંગધ્રા તાલુકાના એજાર ગામે રહેતો અને મૂળ બિહાર રાજ્યનો “તુષાર” છેલ્લા કેટલાક સમયથી એજાર ગામ અને રન કાંઠા વિસ્તારમાં રહેતા મજૂર અને અશિક્ષિત વર્ગને લૂંટી રહ્યો છે. અહીં કોઈપણ અશિક્ષિત પરિવારના સભ્યો બીમાર હોય એટલે સામાન્ય રીતે દવાઓ માટે ડોકટર તરીને ગણાવતા બોગસિયા તબીબ તુષાર પાસે જે છે જ્યારે આ બોગસ ડોકટર પોતે પ્રયોગના આધાર પર દર્દીની જેમ ફાવે તેમ સારવાર કરે છે અને જો દર્દીને સારું થયું તો ઠીક નહીંતર આઠ અધ્ધર કરી દર્દીઓના જીવન સાથે ચેડા કરે છે. જ્યારે એજાર ગામે ડિગ્રી વગર જ ક્લિનિક ખોલી બેઠેલા આ તબીબ “તુષાર” સામે આગાઉ પણ એસ.ઓ.જી દ્વારા ગુન્હો નોંધાઈ ચૂક્યો છે જેથી પોતે જેલમાં જવા માટે પેધી ગયેલો હોવાનું સ્વીકારે છે ત્યારે આગાઉ “ખાસ-ખબર” દ્વારા અહેવાલ પ્રસિધ્ધ કરવાના લીધે અકળાયેલા એજાર ગામના આ બોગસ તબીબ પર કડક અને દાખલારૂપી કાર્યવાહી કરવી પડશે જેના લીધે દર્દીઓ પર પ્રયોગની સાથે દાદાગીરી કરતા બોગસ તબીબોને કાયદાનું ભાન થાય અને લોકોની જિંદગી સાથે ચેડા કરતા પહેલા અનેક વખત વિચાર કરે તેવી દાખલારૂપી કાર્યવાહી કરવી જરૂરી છે.