સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી કરેલી કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ઓનલાઈન ગેમીંગની જાહેરાત કરતાં રાજકોટના બે ઈન્ફ્લુએન્સરની સાયબર ક્રાઈમની ટીમે ધરપકડ કરી હતી. ઈન્ફ્લુએન્સર ધાર્મીક વાઘાણી અને દિપ ગોસ્વામી સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે સાયબર ક્રાઈમ એએસઆઈ વિવેક કુછડીયાએ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, શહેરમાં સોશિયલ મીડીયા ઈનફલૂએન્સર ગેમીંગનું પ્રમોશન કરતા હોય તેવા શખ્સોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા તપાસમાં હતાં ત્યારે સાયબર ક્રાઇમ સોશીયલ મીડીઆ મોનીટરીંગ સેલ દ્વારા ઈન્સ્ટાગ્રામ આઈડી dhamuking7777 માં ગેમીંગને લગત સાહીત્ય મુકેલ હોવાનું શોધી કાઢેલ બાદ ઈન્સ્ટાગ્રામ આઈડીના ધારકને પોલીસ મથકે બોલાવી આઈડી ધારકનું નામ પુછતા પોતાનું નામ માલીયાસણ રહેતો ધાર્મીક જગશી વાઘાણી ઉ.20 હોવાનું જણાવ્યું હતું અટક કરેલ શખ્સ પાસે રહેલ મોબાઈલ ફોનમાં ઈન્સ્ટાગ્રામ એપ ખોલી જોતા તેમાં dhamuking7777 વાળુ આઈ.ડી. ઓપન હતુ, જેની પ્રોફાઈલ પર www.rajagames.world વાળી વેબસાઈટની લીંક રાખવામાં આવેલ જે ખોલી જોતા RAJA GAMES લખેલુ રજીસ્ટ્રેશન ફોર્મ ઓપન થયેલ જેમાં લોટરી સ્પોર્ટ્સ કસીનો સ્લોટ્સ વગેરે ગેંબલીંગ રમાવા માટેનુ પેજ ઓપન થયેલ જે બાબતે પુછતા પોતે આ જુગાર રમવા બાબતનુ પ્રમોશન કરવા માટે રૂપીયા ચાર્જ કરે છે. જેથી સાયબર ક્રાઈમની ટીમે આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જ્યારે સાયબર ક્રાઈમની ટીમે સોશીયલ મીડીયા મોનીટરીંગ સેલ દ્વારા ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. deepgoswami7માં ગેમીંગને લગત સાહીત્ય મુકેલ હોવાનું શોધી કાઢેલ બાદ આ ઇન્સ્ટાગ્રામ આઈડીના ધારકને પોલીસ મથકે બોલાવી તેનું નામ પુછતા પોતાનું નામ રેલનગરમાં રહેતો દીપ મનોજ ગોસ્વામી ઉ.23 હોવાનું જણાવ્યું હતું આરોપી પાસે રહેલ મોબાઈલમાં ઈન્સ્ટાગ્રામ એપ ખોલી જોતા તેમાં deepgoswami7 આઈડી ઓપન હતુ જેની પ્રોફાઈલ પર deepgoswami7 વાળી વેબસાઈટની લીંક રાખવામાં આવેલ જે ખોલી જોતા RAJA GAMES લખેલું રજીસ્ટ્રેશન ફોર્મ ઓપન થયેલ જેમાં લોટરી સ્પોર્ટ્સ કસીનો સ્લોટ્સ વગેરે ગેંબલીંગ રમાવા માટેનુ પેજ ઓપન થયેલ જે બાબતે પુછતા પોતે આ જુગાર રમવા પ્રમોશન કરવા માટે રૂપીયા ચાર્જ કરે છે ની કબુલાત આપતાં સાયબર ક્રાઇમ પોલીસે કાર્યવાહી કરી હતી.