સંત નિરંકારી મિશન દ્વારા માનવ એકતા દિવસે 50,000થી વધુ રક્તદાતાઓ રક્તદાન કરી સેવાનું ઉદાહરણ પૂરું પાડશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
21, એપ્રિલ, 2025 – આધ્યાત્મિકતા જ માનવ એકતાને મજબૂતી આપી શકે છે અને માનવને માનવની નજીક લાવીને પરસ્પર પ્રેમ અને સદભાવનાનું વાતાવરણ ઊભું કરી શકે છે. આ જ ઉદ્દેશ્ય સાથે સતગુરુ માતા સુદીક્ષા જી મહારાજ અને નિરંકારી રાજપિતા જીના આશીર્વાદથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ‘માનવ એકતા દિવસ’નું આયોજન 24 એપ્રિલ, 2025ના રોજ એક તરફ ગ્રાઉન્ડ નંબર 8, નિરંકારી ચોક, બુરાડી ખાતે કરવામાં આવશે, તો બીજી તરફ ભારતવર્ષની દરેક શાખાઓમાં પણ શ્રદ્ધાળુ ભક્તો ભાગ લઈને બાબા ગુરબચન સિંહ જી અને મિશનના અનન્ય ભક્ત ચાચા પ્રતાપસિંહજીને પોતાના શ્રદ્ધા સુમન અર્પણ કરશે અને તેમના મહાન જીવનથી પ્રેરણા મળશે.
- Advertisement -
સંત નિરંકારી મંડળના સચિવ અને સમાજ કલ્યાણ વિભાગના પ્રભારી આદરણીય શ્રી જોગિન્દર સુખીજા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સતગુરુની અસીમ કૃપાથી આ વર્ષે પણ વિશ્વભરના લગભગ 500થી વધુ સ્થળોએ સંત નિરંકારી મિશનની સમાજ કલ્યાણ શાખા સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના તત્વાવધાનમાં રક્તદાન શિબિરોની અવિરત શૃંખલાઓનું વ્યાપક સ્તરે આયોજન કરવામાં આવશે, જેમાં લગભગ 50,000થી વધુ રક્તદાતાઓ માનવતાના ભલા માટે રક્તદાન કરી નિ:સ્વાર્થ સેવાનું ઉદાહરણ પૂરું પાડશે. જેમાં અમદાવાદ, સુરત, દમણ, ભાવનગર, વડોદરા, ગોધરા, ગાંધીનગર, મહેસાણા અને જામનગરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સંત નિરંકારી મંડળ ગુજરાત રાજ્યની દરેક બ્રાન્ચમાં ‘માનવ એકતા દિવસ’ સત્સંગ સમારોહોનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા લગભગ 4 દાયકાઓમાં આયોજિત 8644 શિબિરોમાં 14,05,177 યુનિટ રક્ત માનવમાત્રના ભલા માટે આપવામાં આવ્યું છે અને આ સેવાઓ સતત ચાલુ છે.