સરકારી પડતરમાં 60 વીધા જેટલી પર ગેરકાયદે કબ્જો કરી વાવેતર કરાયું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા પંથકમાં ફરી એક વખત સરકારી જમીન પર ગેરકાયદેસર કબ્જો કર્યો હોવાનું ભૂત ધૂણ્યું છે. આ વખતે ધ્રાંગધ્રા તાલુકાની બાઈસાબગઢ ગામના સરકારી પડતર જમીન પર ગામના જ શખ્સ દ્વારા 60 વિધા જેટલી જમીન પર કબજો કરી તેમાં વાવેતર કરી દેવાયું હોવાનું સામે આવ્યું છે. જોકે આ મામલે જાગૃત નાગરિક અને સ્થાનિક ખેડૂત દ્વારા જણાવ્યું હતું કે ” બાઈસાબગઢ ગામની સરકારી સર્વે નંબર 217ની પડતર જમીનનું ક્ષેત્રફળ આશરે 169 હેક્ટરથી પણ વધુ છે જેમાં કેટલાક ઈસમો દ્વારા ગેરકાયદેસર કબ્જો કરી વાવેતર કરી દેવાયું છે છેલ્લા કેટલાય સમયથી આ ગામના જ શખ્સો ગેરકાયદેસર કબ્જો કરી બેઠા છે અને હવે ધીરેધીરે સરકારી જમીન પરનો કબજો વધારતા જાય છે જેના લીધે સરકારી જમીન રહી જ નથી ત્યારે આ મામલે ગામના જ જાગૃત નાગરિક દ્વારા મામલતદારને સરકારી જમીન પરનો ગેરકાયદેસર કબ્જો ખાલી કરવા અંગેની લેખિત રજૂઆત કરી આગની સમયમાં જરૂર પડશે તો લેન્ડ ગ્રેબિંગ કરવાની પણ તૈયારી દર્શાવી છે.


