બુકી-પંટર સહિત ચાર ઝડપાયા : વાહન, રોકડ અને મોબાઈલ સહિત 6 લાખનો મુદામાલ જપ્ત
માસ્ટર આઈડી આપનાર જૂનાગઢનો ભગવાન, રાજકોટનો પંટર ભુરો સહિત ચારની શોધખોળ
ખાસ-ખબર ન્યૂઝ ગોંડલ
હાલમાં આઇપીએલની સીરિઝમાં પૈસાદાર બનવા માટે બુકીઓ અને પન્ટરો સામસામા મેદાનમાં ઉતર્યા છે ત્યારે આ બંનેની વચ્ચે પોલીસ પણ મેદાનમાં ઉતરી છે અને ગેરકાયદે સટ્ટો રમત અને રમાડતા શખ્સો ઉપર ધોંસ બોલાવી રહી છે ત્યારે એસએમસી ટીમે રાજકોટ શહેરમાં દારૂનો મોટો કેસ કર્યાની સાથે જ બીજી ટીમે ગ્રામ્યમાં ધામાં નાંખ્યા હતા અને ગોંડલના ગુંદાળા ચોકડી પાસેથી મોટા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ કરી બુકી-પંટર સહિત ચાર શખ્સોને પકડી પાડ્યા હતાં. જ્યારે માસ્ટર આઈડી આપનાર જૂનાગઢનો વિજય ઉર્ફે ભગવાન, પંટર રાજકોટનો ભુરો સહિતના ચારની શોધખોળ હાથ ધરી છે.
સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિરલિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી કે.ટી. કામરીયાની રાહબરીમાં પીએસઆઈ એસ.એચ.ગઢવી ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે ગોંડલના ગુંદાળા ચોકડી પાસે ક્રિકેટ મેચ પર મોટો ક્રિકેટ સટ્ટો રમાઈ રહ્યો છે તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં સુમરા સોસાયટીના આદિલ સત્તાર ચોટલીયા ઉ.29, ગુંદાળા રોડના મિતેષ પ્રવિણ મશરૂ, સુમરા સોસાયટીના સાહિલ હનીફ પીરઝાદા અને નદીમ અબ્દુલ ચોટલીયાને પકડી પાડી રોકડ 45,500, ચાર વાહનો, મોબાઈલ સહિત કુલ 6 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો વધુમાં તપાસ કરતાં આદિલ સત્તાર ચોટલીયા અને મિતેષ મશરૂ ક્રિકેટ સટ્ટો રમાડતા હતાં. જ્યારે અન્ય બે શખ્સો ગ્રાહકો છે. તેમજ આરોપીઓને મુખ્ય આઈડી ઓલ પેનલ જૂનાગઢના વિજય ઉર્ફે ભગવામ સુધીર પોપટે આપી હતી. તેમજ તેની સાથે અન્ય મામા, રાજકોટનો ભુરો, કૌશિક સહિતના ચાર શખ્સોના નામ ખુલતાં તેની શોધખોળ હાથ ધરી છે.