મહાદેવધામમાં બટુક ભોજન – પ્રસાદનું આયોજન, સુંદર કાંડ, હનુમાન ચાલીસા, ભજન-ધૂન-સત્સંગના કાર્યક્રમો
જીવનનગર, જ્ઞાનજીવનના રહીશોને લાભ લેવા અનુરોધ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જીવનનગર વિકાસ સમિતિ સંચાલિત રામેશ્વર મહાદેવ મંદિર, વોર્ડ નં. 10 જાગૃત નાગરિક મંડળ, મહાદેવધામ મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે શનિવાર તા. 12 મી એપ્રિલના રોજ હનુમાન જયંતિ અંતર્ગત અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 7-30 કલાકે મહાદેવધામમાં બટુક ભોજન, પ્રસાદનું આયોજન રહીશો માટે કરવામાં આવ્યું છે. જીવનનગર, જ્ઞાનજીવન, દેશળદેવ પરા, અમી પાર્ક, શિવ પરાના રહીશો મહાપ્રસાદમાં ભાગ લેવાના છે.
- Advertisement -
મંદિરના સહવ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસ, વિનોદરાય ભટ્ટની સંયુકત યાદીમાં જણાવાયું છે કે હનુમાન જયંતિ નિમિત્તે સવારના પ્રભાત ફેરી, સુંદર કાંડ, હનુમાન ચાલીસા, સત્સંગ ભજન-ધૂન, પૂજા, અર્ચનનો વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજાશે. સવારના 5-00 કલાકથી હનુમાન દાદાની વિશેષ પૂજા શ્રધ્ધાળુઓ કરી શકશે. મંદિરમાં રોશની, મહાઆરતી, દિપમાલા, ધ્વજારોહણ રાખવામાં આવેલ છે. મંદિરમાં આખો દિવસ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.ધાર્મિક પ્રસંગમાં વોર્ડ નં. 10 ના નગરસેવકો નિરૂભા વાઘેલા, ચેતનભાઈ સુરેજા, જયોત્સનાબેન ટીલાળા, ડો. રાજેશ્રીબેન ડોડીયા, શહેર ભા.જ.5. ના મંત્રી હરેશભાઈ કાનાણી, વિજયભાઈ પાડલીયા, પ્રભારી રઘુભાઈ ધોળકીયા, પૂર્વ પ્રમુખ રજનીભાઈ ગોલ, વોર્ડ પ્રમુખ જયેશભાઈ ચોવટીયા, મહામંત્રી મેહુલભાઈ નથવાણી, રત્નદિપસિંહ જાડેજા, પૂર્વ નગરસેવકો પરેશભાઈ હુંબલ અને અશ્વિનભાઈ ભોરણીયા સહિત વોર્ડના હોદ્દેદારો હાજરી આપવાના છે.
હનુમાન જયંતિ ઉજવણીની તૈયારી સમિતિના પ્રમુખ જયંત પંડયાના માર્ગદર્શન હેઠળ મુકેશભાઈ પોપટ, ડો. તેજસ ચોકસી, વિનોદરાય ભટ્ટ, પાર્થ ગોહેલ, પંકજભાઈ મહેતા, અંકલેશ ગોહિલ, વિજયભાઈ જોબનપુત્રા, ઘનશ્યામ વ્યાસ, મહિલા મંડળના સુનિતાબેન વ્યાસ, અલ્કાબેન પંડયા, શોભનાબેન ભાણવડીયા, યોગીતાબેન જોબનપુત્રા, ભારતીબેન ગંગદેવ, આશાબેન મજેઠીયા, હર્ષાબેન પંડયા, હંસાબેન ચુડાસમા, ભક્તિબેન ખખ્ખર, નેહાબેન મહેતા, ગીતાબેન મકવાણા, ભારતીબેન રાવલ, જયશ્રીબેન મોડેસરા, કુસુમબેન ચૌહાણ સહિત બહેનો સફળતા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.



