ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
હાલ રાજ્ય પોલીસ બેડમાં બઢતીની મોસમ ચાલી રહી છે ત્યારે રાજકોટ, મોરબી, પોરબંદર સહિત રાજ્યભરના બિન હથિયારી 33 પીએસઆઈને પીઆઈનું પ્રમોશન મળ્યું હતું. અને હજું પણ અનેક પીએસઆઈને પ્રમોટ થવાનો લાભ મળનાર છે. જેમાં મોરબી ફરજ બજાવતાં ધર્મિષ્ઠા કાનાણી, પુષ્પાબેન સોનારા, પોરબંદરના મિલન આહિર, કે. વી.ઠાકરિયા, બનાસકાંઠાના સી.એફ.ઠાકોર, આણંદના એ.ડી.પુવાર, રાજકોટ ગ્રામ્યના જયરાજ ખાચર, સુરતના કે.એચ.રોયલા, બનાસકાંઠાના લાલજી દેસાઈ, બોટાદના એન.જી.પરમાર, કચ્છ પૂર્વ-ગાંધીધામના પી.સી.મોલિયા, અરવલ્લીના બી.કે.વાઘેલા, જી-2 શાખાના કે. એન.ડોડીયા, પાટણના એચ. ડી. મકવાણા, સુરતના એ. એમ.પરમાર, મહીસાગરના જે. એસ.મહીડા, અમદાવાદ ગ્રામ્યના ડી. એ.ધાંધલ્યા, ભરૂચના ડી. એ.ઝાલા, ખેડાના એસ.બી.દેસાઈ, મોરબીના એન.એમ.ગઢવી, કચ્છ પશ્ચિમ ભુજના કે. એ.જાડેજા, ખેડાના અલ્પેશ મહેરિયા, નવસારીના હિરલબેન બારોટ, અમદાવાદ શહેરના પ્રિયંકાબેન દેસાઈ, હાર્દિક આહીર, એટીએસના કે. બી.સોલંકી, ગાંધીનગરના ડી.ડી.ચૌહાણ, સુરત ગ્રામ્યના એલ.જી. રાઠોડ સહિતના પીએસઆઈને પીઆઈનું પ્રમોશન મળ્યું હતું.