મનપામાં નવા સમાવિષ્ટ 5 ગામોમાં પાણી,
ગટર વગેરે સુવિધાને પ્રાથમિકતા અપાશે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.7
સુરેન્દ્રનગર શહેર પાલિકામાંથી મહાનગર પાલિકા બન્યા બાદ રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ વિકાસ કામો માટે ગ્રાન્ટ આવવા લાગી છે. જેમાં શહેરમાં રસ્તા, ગટર, પાણી અને સ્વચ્છતા સહિત અનેક કાર્યો તેમજ રોડ બ્યુટિફિકેશન, ટાઉનહોલ રિનોવેશન, શાકમાર્કેટ તથા ટાગોર બાગ નવિનીકરણ સહિતના કામો મળીને રૂ. 95 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેમાં મનપામાં સમાવેશ કરાયેલ નવા 5 ગામોમાં પાણી, ગટર અને સ્ટ્રીટલાઇટ વગેરેને પ્રાથમિકતા અપાશે. સુરેન્દ્રનગર મહાનગર પાલિકાની રચના થયા બાદ મહાનગર પાલિકાના વિવિધ વિકાસ કાર્યો માટે સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી.
આથી વિવિધ કામો માટે રૂ.95 કરોડની નાણાંકીય સહાય સુરેન્દ્રનગર મનપાને મોલકવામાં આવશે. મનપા કમિશનર નવનાથ ગવ્હાણેએ જણાવ્યું હતું કે ગ્રાન્ટમાંથી ઓફિસ સ્ટાફ અને વહીવટી ક્ષમતા વધારવા માટે રૂ.10 કરોડ તથા સુરેન્દ્રનગર મહાનગર પાલિકા વિસ્તાર તથા તેમાં ભળેલા તમામ ગામોને સફાઇ કામગીરી મારફત સ્વચ્છ રાખવા તથા શહેરને બ્યુટિફિકેશન કામગીરી કરવા માટે રૂ.10 કરોડ ફાળવવામાં આવ્યા છે.
મનપા વિસ્તારના રસ્તાઓ, ગટરો અને પાણી વિતરણ માટે રૂ.50 કરોડ રાજ્ય સરકારે મનપાને મોકલી આપ્યા છે. તદુપરાંત મનપા વિસ્તારની આંતરીક માળખાકીય સવલતો, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ તથા ગાર્ડનિંગ ડેવલોપમેન્ટ જેવી વિવિધ કામગીરીઓ માટે રૂ.25 કરોડ આમ કુલ મળી.



