સવારના પ્રભાત ફેરી: આખો દિવસ ધાર્મિક કાર્યક્રમો, બપોરે મહાઆરતીમાં ભાજ5ના આગેવાનો હાજરી આપશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં જીવનનગર વિકાસ સમિતિ સંચાલિત રામેશ્વર મહાદેવ મંદિર, મહાદેવધામ મહોત્સવ સમિતિ, વોર્ડ નં. 10 જાગૃત નાગરિક મંડળ, મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે રવિવાર તા.6 ઠ્ઠી એપ્રિલના રોજ રામનવમી જન્મોત્સવ ઉજવણી ધામધૂમથી કરવામાં આવશે. મંદિરમાં સવારથી મોડી રાત સુધી અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 12 કલાકે મહાઆરતીમાં ભાજ5ના આગેવાનો હાજરી આપશે. મંદિરના વ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસ અને વિનોદરાય ભટ્ટની સંયુક્ત યાદીમાં જણાવ્યું કે દેશભરમાં રામનવમીની સૂર્ય તિલક સાથે ધામધૂમથી ઉજવણી થવાની છે. મંદિરમાં સવારના પ્રભાત ફેરી, સુંદર કાંડના પાઠ, મહાઆરતી, દિપમાલા, સત્સંગ સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાવાના છે. બપોરે 12 કલાકે મહાઆરતી સાથે પ્રસાદનું વિતરણ થશે. રામલલ્લાની ઉજવણી માટે રહીશોમાં અનેરો થનગનાટ છે.
મંદિરનું સુશોભન, રોશનીથી શણગારવામાં આવશે. મહાઆરતીમાં વોર્ડ નં. 10ના નગરસેવકો ચેતનભાઈ સુરેજા, નિરૂભા વાઘેલા, જયોત્સનાબેન ટીલાળા, રાજેશ્રીબેન ડોડીયા, પૂર્વ કોર્પોરેટર પરેશભાઈ હુંબલ, અશ્વિનભાઈ ભોરણીયા, વોર્ડ પ્રભારી રઘુભાઈ ધોળકીયા, પૂર્વ પ્રમુખ રજનીભાઈ ગોલ, વોર્ડ પ્રમુખ જયેશભાઈ ચોવટીયા, શહેર ભા.જ.5. મંત્રી હરેશભાઈ કાનાણી, વિજયભાઈ પાડલીયા, વોર્ડ મહામંત્રી મેહુલભાઈ નથવાણી, રત્નદિપસિંહ જાડેજા, ઉપપ્રમુખ કેતનભાઈ મકવાણા, મંત્રી વિપુલભાઈ પંડયા, ઓબીસીના રણજીતભાઈ ચૌહાણ, વિનુભાઈ ભટ્ટ, જયેશભાઈ પંડયા, અશોકભાઈ વાઘેલા, પાર્થ ગોહેલ વિશેષ હાજરી આપવાના છે. સમિતિના પ્રમુખ એડવોકેટ જયંત પંડયા મહેમાનોનું સ્વાગત કરી ઉત્સવ, ત્યૌહારની માહિતી આપશે. આગામી હનુમાન જયંતિના કાર્યક્રમોની જાહેરાત કરનાર છે. મહોત્સવની તૈયારી મહિલા મંડળના સુનિતાબેન વ્યાસ, અલ્કાબેન પંડયા, શોભનાબેન ભાણવડિયા, યોગીતાબેન જોબનપુત્રા, ભારતીબેન ગંગદેવ, હર્ષાબેન પંડયા, નેહાબેન મહેતા, આશાબેન મજેઠીયા, હંસાબેન ચુડાસમા, ભારતીબેન રાવલ, ભક્તિબેન ખખ્ખર, જયશ્રીબેન મોડેસરા તથા સમિતિના અંકલેશ ગોહિલ, પાર્થ ગોહેલ, વિનુભાઈ ભટ્ટ, કેતનભાઈ મકવાણા, વિપુલભાઈ પંડયા, જયેશભાઈ પંડયા, અશોકભાઈ વાઘેલા વિગેરે કરી રહ્યા છે.