ખાસ-ખબર ન્યૂઝ વોશિંગ્ટન, તા.2
મ્યાનમારમાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2,719 થયો છે. લશ્ર્કરી સરકારના મતે, આ આંકડો 3000 સુધી પહોંચવાની શક્યતા છે. તે જ સમયે, ઘાયલોની સંખ્યા 4500થી વધુ થઈ ગઈ છે. 441 લોકો હજુ પણ ગુમ છે.
આ દુર્ઘટના બાદ સોમવારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. લશ્ર્કરી સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે 6 એપ્રિલ સુધી દેશભરમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. 28 માર્ચે મ્યાનમાર અને થાઇલેન્ડમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ 200 વર્ષમાં સૌથી મોટો ભૂકંપ હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જીયોલોજિકલ સર્વેએ ભય વ્યક્ત કર્યો છે કે મૃત્યુઆંક 10 હજારથી વધુ થઈ શકે છે.
મંગળવારે, ભારતીય નૌકાદળના જહાજો ઈંગજ સતપુરા અને ઈંગજ સાવિત્રી લગભગ 40 ટન રાહત સામગ્રી લઈને યાંગોન પહોંચ્યા. અગાઉ 30 માર્ચે, ઈંગજ કર્મુક અને કઈઞ 52 શ્રીવિજયપુરમથી 30 ટન રાહત સામગ્રી સાથે રવાના થયા હતા. તેઓ આજે યાંગોન પહોંચ્યા.
રાહત કામગીરીને વધુ મજબૂત બનાવતા, ભારતીય નૌકાદળનું જહાજ ઈંગજ ઘરિયાલ લગભગ 440 ટન રાહત સામગ્રી લઈ જઈ રહ્યું છે. જેમાં ચોખા, ખાદ્ય તેલ અને દવાઓનો સમાવેશ થાય છે.
મ્યાનમારમાં સૌથી વધુ ભૂકંપ પ્રભાવિત વિસ્તાર મંડલે છે. તે દેશનું બીજું સૌથી મોટું શહેર છે, જેની વસ્તી 17 લાખથી વધુ છે. અહેવાલો અનુસાર, મોટાભાગના લોકોના ઘરો નાશ પામ્યા હોવાથી, મોટાભાગના લોકોએ સતત ત્રીજી રાત રસ્તાઓ પર વિતાવી. ભૂકંપ પછી આવતા આફ્ટરશોક્સથી લોકો ડરી ગયા છે.
ભૂકંપમાં માર્યા ગયેલા લોકોમાં 3 ચીની અને 2 ફ્રેન્ચ નાગરિકોનો પણ સમાવેશ થાય છે. મ્યાનમારના મોટાભાગના ભાગોમાં સંદેશાવ્યવહાર હજુ પણ ઠપ્પ હોવાથી નુકસાનનો સંપૂર્ણ આંક હજુ પણ જાણી શકાયો નથી.
- Advertisement -
ભારતે 3 ક્ધસાઇનમેન્ટમાં રાહત સામગ્રી મોકલી
વિદેશમંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે ભારતીય નૌકાદળનાં જહાજો ઈંગજ સતપુરા અને ઈંગજ સાવિત્રીએ ઓપરેશન બ્રહ્મા હેઠળ મ્યાનમારના યાંગોન બંદરે 40 ટન રાહત સામગ્રી મોકલી છે. આ ઉપરાંત 118 સભ્યોનું ફિલ્ડ હોસ્પિટલ યુનિટ આગ્રાથી મ્યાનમારના મંડાલય શહેર પહોંચ્યું. અગાઉ ઓપરેશન બ્રહ્મા હેઠળ ભારતે 15 ટન રાહત સામગ્રી મોકલી હતી, જેમાં તંબુ, સ્લીપિંગ બેગ, ધાબળા, તૈયાર ખોરાક, વોટર પ્યૂરિફાયર, સૌર લેમ્પ, જનરેટર સેટ અને મદદ માટે જરૂરી દવાઓનો સમાવેશ થાય છે.